NHAI Recruitment 2024: મેનેજરની જગ્યા માટે વેકેન્સી, જુઓ લાયકાત માપદંડો ને કરો અરજી

25 January, 2024 01:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

NHAI Recruitment 2024: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તરફથી ડેપ્યુટી મેનેજરની 60 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

નોકરી માટેની પ્રતીકાત્મક તસવીર

NHAI Recruitment 2024: નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ફરીથી એક તક આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તરફથી ડેપ્યુટી મેનેજરની 60 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. 

રસ ધરાવતા ઉમેદવારો nhai.gov.inની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. અને ત્યાં અરજી કરી શકે છે. હા, ખ સઢયાં રાખો કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 નક્કી કરવામાં આવી છે. માટે જ હજી પણ સમય છે આ અરજી (NHAI Recruitment 2024)માં ઝંપલવવાનો. 

નોંધી લો આ તારીખો 

સંસ્થાએ તેની અધિકૃત વેબસાઇટ પર ઑનલાઇન એપ્લિકેશન શેડ્યૂલ સહિત વિગતવાર સૂચના અપલોડ કરી છે. ઉમેદવાર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને આ પોસ્ટ્સ માટે ઑનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ફેબ્રુઆરી 15, 2024 છે, ત્યારબાદ અરજી સ્વીકારશે નહીં.

કેવી રીતે અરજી કરવાની રહેશે?

તમને જણાવી દઈએ કે સત્તાવાર વેબસાઇટ પર જઈને `અમારા વિશે` આ ઓપ્શન પર જવાનું રહેશે. ખાલી જગ્યા પર ક્લિક કરો. ત્યારબાદ વર્તમાન ખાલી જગ્યાઓ પસંદ કરોઆ પછી ડેપ્યુટી મેનેજર (ટેક્નિકલ)ની ભરતીની સૂચના પર ક્લિક કરવાનું રહેશે. જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરો. બધી વિગતો તપાસ્યા પછી, સબમિટ બટન પર ક્લિક કરો. અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લેવાનું ભૂલવું નહીં. 

જાણો છો કેટલો છે પગાર?

ઉપરોક્ત જગ્યાઓ (NHAI Recruitment 2024) માટે પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ. 15,600-39,100 + ગ્રેડ પે રૂ. 5400ના પે મેટ્રિક્સના લેવલ 10માં માસિક પગાર આપવામાં આવશે. આ પોસ્ટ્સ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 7મી સીપીસીના પે મેટ્રિક્સના લેવલ 10માં રૂ. 5400ના ગ્રેડ પે સાથે માસિક પગાર મળશે.
વધુ સ્પષ્ટતા માટે સત્તાવાર સાઇટની મુલાકાત લેવી જોઈએ.

ભરતી પ્રક્રિયામાં અરજી કર્યા બાદ આ પસંદગી પ્રક્રિયામાંથી ઉમેદવારે પસાર થવું પડશે

UPSC દ્વારા આયોજિત એન્જિનિયરિંગ સર્વિસિસ (ES) પરીક્ષા (સિવિલ), 2023માં માત્ર અંતિમ મેરિટ (લેખિત પરીક્ષા અને વ્યક્તિત્વ કસોટી)ના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

NHAI Recruitment 2024: તમને જણાવી દઈએ કે પસંદ કરાયેલા તમામ ઉમેદવારોએ જોડાવાના સમયે 5 લાખ રૂપિયાના સર્વિસ બોન્ડ ભરવાના રહેશે. નોટિફિકેશન મુજબ ડેપ્યુટી મેનેજરની કુલ 60 જગ્યાઓ પર ભરતી થવાની છે. જેમાં 31 બિન અનામત જગ્યાઓ છે અને SC, ST, OBC અને EWS ઉમેદવારોની 29 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

આ ભરતી પ્રક્રિયામાં અરજી કરવા આ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી

તમને જણાવી દઈએ કે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલી હોવી આવશ્યક છે.

આટલી વય મર્યાદા આપવામાં આવી છે

NHAI ભરતી 2024 (NHAI Recruitment 2024)ની સત્તાવાર સૂચના મુજબ, ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

jobs and career career and jobs jobs jobs in india government jobs job recruitment india