Job Recruitment : તમે પણ લાખના પગાર સાથે નર્સિંગ ઓફિસર બની શકો છો, 1455 પોસ્ટ માટે ભરતી શરૂ, આ રીતે કરો અરજી

04 December, 2023 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Job Recruitment: ઉત્તરાખંડ મેડિકલ સર્વિસિસ સિલેક્શન બોર્ડે મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં નર્સિંગ ઓફિસરની 1455 ખાલી જગ્યાઓ પર ભરતી માટે માહિતીપત્રક બહાર પાડ્યું છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ઉત્તરાખંડની સરકારી મેડિકલ કૉલેજો અને સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં નર્સિંગની ભરતી (Job Recruitment)ની રાહ જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ઉત્તરાખંડ મેડિકલ સર્વિસિસ સિલેક્શન બોર્ડે મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં નર્સિંગ ઓફિસરની 1455 ખાલી જગ્યાઓ પર ભરતી (Job Recruitment) માટે માહિતીપત્રક બહાર પાડ્યું છે.

આ ભરતી વર્ષવાર મેરિટ ઓર્ડર એટલે કે વરિષ્ઠતાના આધારે કરવામાં આવશે. જેના માટે 12 ડિસેમ્બરથી અરજી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ઉમેદવારો 1 જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

કઈ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે? 

મેડિકલ સર્વિસિસ સિલેક્શન બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નર્સિંગ ઓફિસર ફિમેલ (ડિપ્લોમા હોલ્ડર)ની 797 જગ્યાઓ, નર્સિંગ ઑફિસર ફિમેલ (ડિગ્રી હોલ્ડર)ની 366, નર્સિંગ ઑફિસર મેલ (ડિપ્લોમા હોલ્ડર)ની 200 અને નર્સિંગ ઑફિસર ફિમેલ (ડિગ્રી હોલ્ડર)ની 92 જગ્યાઓ માટે ભરતી (Job Recruitment) કરવામાં આવશે. 

આ અરજી વખતે કયા દસ્તાવેજો આપવા જરૂરી છે?

પ્રાપ્ત માહિતી અનુસાર ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી નર્સિંગ, બીએસસી નર્સિંગ, પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ અથવા જનરલ નર્સિંગ અને મિડવાઇફરી/સાયકિયાટ્રીમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. આ સાથે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી ઉમેદવાર માટે ઉત્તરાખંડ નર્સિંગ અને મિડવાઈફરી કાઉન્સિલમાં કાયમી નોંધણી પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે.

આ અરજી માટેની વય મર્યાદા કેટલી છે?

NUID કાર્ડ એ નોંધણી પ્રમાણપત્ર નથી. જો ઉમેદવાર NUID કાર્ડને માર્ક કરે તો તે માન્ય રહેશે નહીં. ઉત્તરાખંડ નર્સિંગ અને મિડવાઇફરી કાઉન્સિલમાં નોંધણી માટેની અરજીની રસીદ પણ માન્ય રહેશે નહીં. 21થી 42 વર્ષની વચ્ચેના ઉમેદવારો અરજી (Job Recruitment) કરી શકે છે. વય ગણતરી માટેની અંતિમ તારીખ 1 જુલાઈ, 2023 છે. SC/ST, OBC, ભૂતપૂર્વ સૈનિકો અને વિકલાંગોને સરકારના નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે. જોકે, પ્રાપ્ત માહિતી અનુસાર કેટેગરી અને પેટા કેટેગરી માટે નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે. સામાન્ય અને અન્ય પછાત વર્ગો માટે અરજી ફી 300 રૂપિયા છે, જ્યારે આર્થિક રીતે નબળા વર્ગો, અનુસૂચિત જાતિ, જનજાતિ અને અપંગ લોકો માટે 150 રૂપિયા છે. આ ફી નેટ બેંકિંગ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા જમા કરાવી શકાય છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રેકોર્ડની ચકાસણીની દરખાસ્ત છે.

આ તારીખો ખાસ નોંધી રાખો:

ઓનલાઈન અરજી શરૂ થાય કરવામાં આવશે - 12મી ડિસેમ્બર
અરજી કરવાની છેલ્લી તારીખ- 1 જાન્યુઆરી 2024
અરજી ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ - 1 જાન્યુઆરી 2024

કેટલો પગાર મળશે? શું છે પગાર ધોરણો?

ઉત્તરાખંડ (સ્તર 7-7)માં નર્સિંગ ઓફિસરની પોસ્ટ પર પસંદગી કર્યા બાદ તમને 44900-142400ના પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે.

career and jobs jobs jobs in india government jobs job recruitment uttarakhand