ધ ફૅમિલી મૅન 2ના અનુભવને તમે ક્યારેય નહીં ભૂલો : મનોજ બાજપાઈ

28 January, 2021 01:10 PM IST  |  New Delhi | Agencies

ધ ફૅમિલી મૅન 2ના અનુભવને તમે ક્યારેય નહીં ભૂલો : મનોજ બાજપાઈ

ધ ફૅમિલી મૅન 2ના અનુભવને તમે ક્યારેય નહીં ભૂલો : મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈનું કહેવું છે કે તેની ‘ધ ફૅમિલી મૅન 2’ના અનુભવને દર્શકો ક્યારેય નહીં ભૂલી શકે. આ શોને પહેલી સીઝન કરતાં ખૂબ જ ગ્રૅન્ડ લેવલ પર બનાવવામાં આવ્યો છે. આ શોમાં તે એજન્ટ શ્રીકાન્ત તિવારીની ભૂમિકામાં જોવા મળશે. આ શોમાં તેની સાથે સમન્થા રૂથ પ્રભુ પણ જોવા મળશે. આ વિશે મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘ઘણી વાર હું મારા કામને લઈને કેટલી કમેન્ટ સાચવીને કરું છું, કારણ કે હું ઉદ્ધત હોઉં એવું દેખાડવા નથી માગતો. હું એટલું જ કહેવા માગું છું કે આ શો પહેલાં કરતાં ખૂબ જ ગ્રૅન્ડ અને અનોખો છે. આ એક એવો અનુભવ રહેશે જેને તમે સરળતાથી નહીં ભૂલી શકો.’

web series manoj bajpayee bollywood bollywood news bollywood gossips