પૂજા ભટ્ટ સ્ટારર વેબ-સિરીઝમાં રાહુલ બોઝ અને અમૃતા સુભાષની એન્ટ્રી

17 February, 2020 03:33 PM IST  |  Ahmedabad

પૂજા ભટ્ટ સ્ટારર વેબ-સિરીઝમાં રાહુલ બોઝ અને અમૃતા સુભાષની એન્ટ્રી

રાહુલ બોઝ

બૉલીવુડ-ડિરેક્ટર અને અભિનેત્રી પૂજા ભટ્ટ આશરે એક દાયકા પછી અભિનયક્ષેત્રે કમબૅક કરી રહી છે અને એ તેનું ડિજિટલ ડેબ્યુ પણ હશે. નેટફ્લિક્સ માટે બની રહેલી એક વેબ-સિરીઝમાં તે જોવા મળશે. હાલમાં આ શોનું કામચલાઉ શીર્ષક ‘બૉમ્બે બેગમ્સ’ રાખવામાં આવ્યું છે જેને અલંક્રિતા શ્રીવાસ્તવે લખી છે અને ડિરેક્ટ પણ કરી રહ્યાં છે. અલંક્રિતા શ્રીવાસ્તવ હિન્દી ફિલ્મ ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ અને ઍમેઝૉન પ્રાઇમની વેબ-સિરીઝ ‘મેડ ઇન હેવન’ ડિરેક્ટ કરી ચૂક્યાં છે.

‘બૉમ્બે બેગમ્સ’માં ચાર મહિલાઓના સંઘર્ષ અને મહત્ત્વાકાંક્ષાની વાત હશે, જેઓ પુરુષવાદી કૉર્પોરેટ વર્લ્ડમાં પોતાનું સ્થાન મેળવવા મથે છે. આ શોમાં પૂજા ભટ્ટ ઉપરાંત જાણીતી મરાઠી અને હિન્દી અભિનેત્રી અમૃતા સુભાષ પણ જોવા મળશે, જેણે ‘ગલી બૉય’માં રણવીર સિંહની મમ્મીનો રોલ કર્યો હતો. તો ‘ચમેલી’, ‘દિલ ધડકને દો’, ‘શૌર્ય’ જેવી ફિલ્મોથી જાણીતો બનેલલો અભિનેતા રાહુલ બોઝ પણ આ વેબ-શોમાં મહત્ત્વના રોલમાં હશે.

rahul bose pooja bhatt web series