કુબૂલ હૈ 2.0માં આ વખતે અલગ લવ સ્ટોરી જોવા મળશે : કરણસિંહ ગ્રોવર

07 March, 2021 03:05 PM IST  |  Mumbai | Agency

કુબૂલ હૈ 2.0માં આ વખતે અલગ લવ સ્ટોરી જોવા મળશે : કરણસિંહ ગ્રોવર

કરણસિંહ ગ્રોવર

કરણસિંહ ગ્રોવરનું કહેવું છે કે ‘કુબૂલ હૈ 2.0’માં આ વખતે અલગ લવ સ્ટોરી જોવા મળશે. Zee5 પર આ શો ૧૨ માર્ચથી શરૂ થશે. શોમાં કરણસિંહ ગ્રોવરની સાથે સુરભી જ્યોતિ, મંદિરા બેદી, પ્રિયલ ગોર અને વિશાલ નાઈક લીડ રોલમાં જોવા મળશે. કરણ આ સિરિયલમાં ઇન્ડિયન એજન્ટ અસદના રોલમાં દેખાશે. તો પાકિસ્તાની યુવતી ઝોયાનું પાત્ર ભજવતી સુરભી ભારતમાં કોઈ કારણસર આવે છે. એકતા કપૂરના ૧૦ એપિસોડના આ શો વિશે કરણસિંહે કહ્યું હતું કે ‘મારા પાત્ર અસદને જે પ્રકારે પ્રેમ મળ્યો છે એનાથી હું ખુશ છું. આ પાત્ર મારા દિલની ખૂબ નજીક છે અને ‘કુબૂલ હૈ 2.0’ દ્વારા પાછા ફરવાની મને ખુશી છે. આ વખતે વધુ તેજ અને અલગ પ્રકારની લવ સ્ટોરી જોવા મળશે. મને પૂરી ખાતરી છે કે લોકોને આ શો ખૂબ ગમશે.’

karan singh grover surbhi jyoti web series