એકતા કપૂર પૂછશે હુઝ યૉર ડેડી?

12 March, 2020 03:52 PM IST  |  Rajkot

એકતા કપૂર પૂછશે હુઝ યૉર ડેડી?

એકતા કપૂર

એકતા કપૂરે પોતાના ડિજિટલ પ્લૅટફૉર્મના નવા પ્રોજેક્ટ ‘હુઝ યૉર ડેડી?’માં પિતાના કૅરેક્ટર માટે રાહુલ દેવને ફાઇનલ કર્યો છે. રાહુલ દેવની સાથે દેશનો જાણીતો યુટ્યુબ ચૅનલ ઑપરેટર હર્ષ બેનિવાલ તેના દીકરાના રોલમાં જોવા મળશે. પૉપ્યુલર નૉવેલ ‘દિલવાલોં કી દિલ્લી’ પર આધારિત ‘હુઝ યૉર ડેડી?’માં બાપ-દીકરાના સંબંધોને દર્શાવવામાં આવ્યા છે. આર્મી ઑફિસર એવા પપ્પાની લાઇફના ફન્ડા જુદા છે તો દીકરાની લાઇફના ગૉલ પણ જુદા છે. બે અલગ-અલગ દિશાના લોકો એકસાથે એક ઘરમાં આવી જાય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે એની વાત ‘હુઝ યૉર ડેડી?’માં રજૂ કરવામાં આવી છે.

આ અગાઉ રાહુલ દેવે એકતા કપૂરની જ ‘ધી ટેસ્ટ કેસ’ વેબ-સિરીઝ કરી હતી. બાલાજી સાથે આ રાહુલની બીજી વેબ-સિરીઝ છે.
‘હુઝ યૉર ડેડી?’ બાલાજીના પ્લૅટફૉર્મ ઉપરાંત ઝીના ડિજિટલ પ્લૅટફૉર્મ પર પણ જોવા મળશે.

web series ekta kapoor rahul dev