મહેશ ભટ્ટની ડિજિટલ ડેબ્યુ સિરીઝમાં લિલેટ દુબેની એન્ટ્રી

12 February, 2020 12:47 PM IST  |  Ahmedabad

મહેશ ભટ્ટની ડિજિટલ ડેબ્યુ સિરીઝમાં લિલેટ દુબેની એન્ટ્રી

લિલેટ દુબે

બૉલીવુડના જાણીતા ફિલ્મમેકર મહેશ ભટ્ટ જિયો સ્ટુડિયોઝ અને વિશેષ ફિલ્મ્સ સાથે મળીને એક વેબ-સિરીઝ બનાવી રહ્યા છે જેમાં ૭૦ના દાયકાની ટોચની અભિનેત્રી અને સ્ટ્રગલિંગ ફિલ્મમેકરના સંબંધોની વાત હશે. મહેશ ભટ્ટ આ વેબ-સિરીઝથી ડિજિટલ ડેબ્યુ કરી રહ્યા છે. અગાઉ ૨૦૦૬માં શાઇની આહુજા અને કંગના રનોટ સાથે ‘વો લમ્હેં’ બનાવ્યા બાદ આ વેબ-સિરીઝ પણ તેમના અને પરવીન બાબીના સંબંધ પર આધારિત છે એવું કહેવાય છે.

આ શોમાં તાહિર રાજ ભસીન (છીછોરે, મર્દાની), અમૃતા પુરી (બ્લડ મની, કાઈપો છે) અને અમાલા પૉલ (સાઉથ ઇન્ડિયન ઍક્ટ્રેસ) સહિતના કલાકારો છે. હવે આ કાસ્ટમાં દિગ્ગજ અભિનેત્રી લિલેટ દુબેની એન્ટ્રી થઈ છે. તેઓ તાહિર રાજ ભસીનની માતાનો રોલ કરશે. લિલેટ દુબે ‘કલ હો ના હો’, ‘બાગબાન’, ‘હાઉસફુલ’, ‘ફના’ જેવી અનેક ફિલ્મો માટે જાણીતાં છે. આ ઉપરાંત તેમણે ઝીફાઇવની ‘અકુરી’ અને એમએક્સ પ્લેયરની ક્વીન જેવી વેબ-સિરીઝમાં પણ કામ કર્યું છે.

lillete dubey mahesh bhatt web series