19 February, 2022 05:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયદીપ અહલાવત
જયદીપ અહલાવત અને મોહમ્મદ ઝિશાન ઐયુબ હવે ‘બ્લડી બ્રધર્સ’ બન્યા છે. શાદ અલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી ૬ એપિસોડની આ સિરીઝને અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ અને બીબીસી સ્ટુડિયો ઇન્ડિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. બ્રિટિશ મિસ્ટરી થ્રિલર ‘ગિલ્ટ’ની આ ઇન્ડિયન અડૅપ્ટેશન છે. આ શો માર્ચમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થશે. આ શોમાં તેમની સાથે ટીના દેસાઈ, શ્રુતિ સેઠ, માયા અલઘ, મુગ્ધા ગોડસે, સતીશ કૌશિક અને જિતેન્દ્ર જોષી કામ કરી રહ્યાં છે.