રીયલ આઇએએસ અભિષેક સિંહ દિલ્હી ક્રાઇમ 2માં દેખાશે

24 February, 2020 01:08 PM IST  |  Ahmedabad

રીયલ આઇએએસ અભિષેક સિંહ દિલ્હી ક્રાઇમ 2માં દેખાશે

અભિષેક સિંહ

ઑડિયન્સ અને ક્રિટિક્સ બન્ને દ્વારા વખણાયેલી નેટફ્લિક્સની વેબ-સિરીઝ ‘દિલ્હી ક્રાઇમ’ની બીજી સીઝનમાં રિયલ આઇએએસ અધિકારી જોવા મળશે. હાલમાં નવી દિલ્હીના ડેપ્યુટી કમિશનર તરીકે કાર્યરત અભિષેક સિંહ ‘દિલ્હી ક્રાઇમ 2’માં તેમના જ પાત્રમાં જોવા મળશે. તેઓ દેશના એજ્યુકેશન અને હેલ્થકૅર ક્ષેત્રે નોંધનીય કામ કરી ચૂક્યા છે. અભિષેક સિંહે દિલ્હીમાં ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી છે તો જાણીતી ઑડ-ઈવન સ્કીમનો અમલ પણ તેમના સુપરવિઝન હેઠળ થયો હતો.

કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા ‘દિલ્હી ક્રાઇમ’ના બીજા ભાગ માટે એક રિયલ આઇએએસ ઑફિસરની શોધમાં હતા અને તેમણે જ અભિષેક સિંહને તૈયાર કર્યા હતા. તેમના મતે અભિષેક સિંહ કૅમેરા સામે એકદમ કૉન્ફિડન્ટ હતા એથી તરત જ તેમની પસંદગી કરવામાં આવી. બાઇકિંગ અને રીડિંગના શોખીન અભિષેક સિંહે આ પ્રોજેક્ટ માટે દિલ્હીના ચીફ સેક્રેટરી વિજય દેવની પરવાનગી પણ લઈ લીધી છે.

ડિસેમ્બર ૨૦૧૨ના નિર્ભયાકેસ આધારિત આ વેબ-શોના પહેલા ભાગમાં શેફાલી શાહ, રસિકા દુગ્ગલ, આદિલ હુસેન, રાજેશ તેલંગ, ડેન્ઝીલ સ્મિથ, યશસ્વીની દયામા સહિતના કલાકારો હતા. ઇન્ડો-કૅનેડિયન ફિલ્મમેકર રિચી મહેતાએ આ વેબ-સિરીઝ ડિરેક્ટ કરી હતી.

web series