ડોંગરી ટુ દુબઈમાં અવિનાશ તિવારી બનશે દાઉદ

28 January, 2020 12:42 PM IST  |  Ahmedabad

ડોંગરી ટુ દુબઈમાં અવિનાશ તિવારી બનશે દાઉદ

અવિનાશ તિવારી

૨૦૧૮માં આવેલી ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લૈલા મજનૂ’થી જાણીતો બનેલો અભિનેતા અવિનાશ તિવારી હવે એક ગૅન્ગસ્ટરનો રોલ કરશે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીના બૅનર એક્સેલ એન્ટરટેઇનમેન્ટ નિર્મિત આ વેબ-સિરીઝનું નામ ‘ડોંગરી ટુ દુબઈ’ છે જેનું સ્ટ્રીમિંગ ઍમેઝૉન પ્રાઇમ પર કરવામાં આવશે.

આ શો હુસેન ઝૈદીના પુસ્તક ‘ડોંગરી ટુ દુબઈ: સિક્સ ડેકેડ્સ ઑફ ધ મુંબઈ માફિયા’ પર આધારિત હશે અને એમાં દાઉદની હ્યુમન સ્ટોરી પર ફોકસ કરવામાં આવશે. શોના માધ્યમથી કઈ રીતે ડોંગરીની ગલીઓમાં રહેવાવાળો ઇન્ડિયાની મોસ્ટ વૉન્ટેડ વ્યક્તિ બની ગયો એ દર્શાવવામાં આવશે. આ શોની કુલ ત્રણ સીઝન બહાર પડશે અને દરેકમાં દસ એપિસોડ હશે. એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અગાઉ ઍમેઝૉનની જ લોકપ્રિય સિરીઝ ‘ઇનસાઇડ એજ’ અને ‘મિર્ઝાપુર’નું નિર્માણ કરી ચૂક્યા છે.
.
‘ડોંગરી ટુ દુબઈ’માં દાઉદ તરીકે અવિનાશ તિવારી લીડ રોલમાં જોવા મળશે અને કે. કે. મેનન તેના પિતા ઇબ્રાહિમ કાસકરનો રોલ ભજવશે એવા સમાચાર છે. આ સિવાય અંગિરા ધર, લક્ષ્ય કોચર, પ્રાચી શાહ અને જિતિન ગુલાટી પણ મહત્વના રોલમાં જોવા મળશે. અવિનાશ તિવારી છેલ્લે નેટફ્લિક્સની ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં જોવા મળ્યો હતો, જેને કરણ જોહરે બનાવી હતી.

web series dawood ibrahim farhan akhtar ritesh sidhwani entertaintment