મહેન્દ્ર સિંહ ધોનીની કંપની બનાવશે બે વેબ-સિરીઝ અને એક ડેઇલી સોપ

22 January, 2020 03:27 PM IST  |  મુંબઈ

મહેન્દ્ર સિંહ ધોનીની કંપની બનાવશે બે વેબ-સિરીઝ અને એક ડેઇલી સોપ

મહેન્દ્ર સિંહ ધોની

કૅપ્ટન કૂલ તરીકે પૉપ્યુલર થયેલા ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આમ તો સાતેક જેટલા બિઝનેસ સાથે અસોસિયેટ છે, પણ હવે તેણે એન્ટરટેઇનમેન્ટમાં ફરી એન્ટર થવાનું નક્કી કર્યું છે. ધોનીની કંપની ‘સેવન’ અત્યારે લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ બનાવે છે, પણ આ જ બૅનર હેઠળ ધોનીએ ડેઇલી સોપ અને વેબ-સિરીઝ બનાવવાનું પણ નક્કી કર્યું છે. ઍમેઝૉન સાથે ઑલરેડી ‘સેવન’ના સિનિયર્સની મીટિંગ થઈ ગઈ છે અને ઍમેઝૉન ઇચ્છે છે કે ધોનીના આ વેન્ચરમાં તે જોડાય.

ગયા વીકમાં જ ધોની અને ‘સેવન’ના ત્રણ સિનિયર ઑફિર્સસ મુંબઈ આવીને ચારેક જેટલા ડિરેક્ટરને મળ્યા હતા અને તેમની પાસેથી ડેઇલી સોપ અને વેબ-સિરીઝના આઇડિયા પણ સાંભળ્યા હતા. દિવાળી પછી ધોની પોતાની ક્રીએટિવ ટીમ સાથે બેસીને આ આઇડિયામાંથી કેટલાક આઇડિયાને ફાઇનલ કરશે અને પછી એ પ્રોજેક્ટ પર કામ શરૂ થશે.

મહેન્દ્ર સિંહ ધોનીની કંપની પહેલા તબક્કે બે વેબ-સિરીઝ અને એક ડેઇલી સોપના પ્રોડક્શનમાં દાખલ થશે.

ms dhoni web series television news