જુગલ હંસરાજનો વેબ-સિરીઝમાં ડેબ્યુ

22 January, 2020 03:26 PM IST  |  મુંબઈ

જુગલ હંસરાજનો વેબ-સિરીઝમાં ડેબ્યુ

જુગલ હંસરાજ

નસીરુદ્દીન શાહ અને શબાના આઝમીની ‘માસૂમ’ ફિલ્મમાં બાળકનું પાત્ર ભજવનાર જુગલ હંસરાજ ત્યાર પછી પાપા કહતે હૈં, મહોબ્બતેં, સલામ નમસ્તે અને છેલ્લે કહાની 2માં દેખાયો હતો. ઑલમોસ્ટ ત્રણ વર્ષ પછી તે કોઈ નવા પ્રોજેક્ટ સાથે જોડાયો છે અને આ વખતે તે વેબ-સિરીઝમાં દેખાવાનો છે.

‘NRIલાઇફ પ્રોડક્શન્સ’ની રે ખાન દિગ્દર્શિત વેબ-સિરીઝ ‘ગ્રે સ્ટોરીઝ’માં જુગલ હંસરાજને કાસ્ટ કરવામાં આવ્યો છે. ગ્રે સ્ટોરીઝમાં અલગ-અલગ વાર્તાના અલાયદા એપિસોડ હશે, એમાંના ‘ટૅબૂ’ નામના એક એપિસોડમાં જુગલ હંસરાજ ડૉક્ટરનું પાત્ર ભજવશે. જુગલનું આ પાત્ર(ડૉક્ટર) ઈમોશનલ અટેચમેન્ટમાં જરાય નથી માનતું અને ઓપન મેરેજ રિલેશનશિપનું હિમાયતી છે. NRIલાઇફ પ્રોડક્શન્સની પ્રોડ્યુસર ગુંજન કુથાલીઆ પણ આ એપિસોડમાં ઍક્ટિંગ કરતી દેખાશે.

web series jugal hansraj