ફરહાન ટેરેસ પર ૧૦૦૦ રાઉન્ડ કેમ મારતો હતો?

15 March, 2021 12:44 PM IST  |  Mumbai | Mumbai correspondent

ફરહાન ટેરેસ પર ૧૦૦૦ રાઉન્ડ કેમ મારતો હતો?

ફરહાન ટેરેસ પર ૧૦૦૦ રાઉન્ડ કેમ મારતો હતો?

૨૧ મેએ ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થનારી ફિલ્મ ‘તૂફાન’ માટે ફરહાન અખ્તર પાસે ડિરેક્ટર-પ્રોડ્યુસર રાકેશ ઓમપ્રકાશ મહેરાએ જબરદસ્ત મહેનત કરાવી છે. ફરહાન સાથે અગાઉ ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’ રાકેશ મહેરાએ કામ કર્યું છે, જેને લીધે ફરહાનને ખબર હતી કે ડિરેક્ટર કેવી મહેનત તેની પાસે કરાવવાનો છે. રાકેશ ઓમપ્રકાશ મહેરાની ઇન્સ્ટ્રક્શન મુજબ ફરહાન દિવસ દરમ્યાન દરરોજ ૧૦ કિલોમીટર રનિંગ કરતો તો દિવસ દરમ્યાન તે ૧૦૦૦ દંડ-બેઠક કરતો. લૉકડાઉન દરમ્યાન રનિંગ માટે ફરહાન બહાર નહોતો નીકળી શકતો એટલે ફરહાન ટેરેસ પર જઈને ૧૦૦૦ રાઉન્ડ મારતો.
ફરહાન અખ્તરની આ જે બધી એક્સરસાઇઝ હતી એ એક્સરસાઇઝ રાકેશ ઓમપ્રકાશ મહેરા વિડિયો-કૉલથી જોતો પણ ખરો. ‘તૂફાન’ એક સ્પોર્ટ્સ ફિલ્મ છે, જેમાં બૉક્સરના જીવનના સંઘર્ષની વાત કરવામાં આવી છે.

television news indian television