midday

લગ્ન બંધનમાં બંધાશે નોબિતા-શિઝૂકા,ભાવુક થયા ચાહકો,સોશિયલ મીડિયા પર ધમાલ

20 January, 2021 07:39 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

લગ્ન બંધનમાં બંધાશે નોબિતા-શિઝૂકા,ભાવુક થયા ચાહકો,સોશિયલ મીડિયા પર ધમાલ
(તસવીર સૌજન્ય નઇ દુનિયા)

(તસવીર સૌજન્ય નઇ દુનિયા)

ભારતમાં સૌથી વધારે જોવાતાં કાર્ટૂન શૉઝમાં ડોરેમૉનનું નામ હોય જ છે. ફુઝિકો ફુઝિઓ દ્વારા બનાવવામાં આવેલું આ ફિક્શન પાત્ર એક રોબૉટિક મેલ કૅટ છે જે ભવિષ્યથી 22મી સદીમાં આવી જાય છે. બાળકો જેટલો પ્રેમ ડોરેમૉનને કરે છે તેમને એટલો જ ગમે છે તે છોકરો જેના ઘરે ડોરેમૉન રહે છે. અહીં વાત થઈ રહી છે શેતાન બાળક નોબિતાની. ઘણાં સમય સુધી બાળકો અને વયસ્કોનું મનોરંજન કરતો નોબિતા તેની મિત્ર શિઝૂકાને કેટલું પસંદ કરે છે તે પણ બધાં જાણે છે.

તે સતત શિઝૂકાને ઇમ્પ્રેસ કરવાના પ્રયત્નમાં લાગેલો રહે છે, કેટલીક વાર તો બન્ને વચ્ચે લડાઇ પણ થઇ જાય છે તેમ છતાં ડોરેમૉન, શિઝૂકા અને નોબિતા મિત્રો છે. જો કે, હવે સમય આવી ગયો છે સ્ટોરીને આગળ વધારવાનો અને હવે ટૂંક સમયમાં જ ડોરેમૉનની આગામી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેમાં નોબિતા અને શિઝૂકાના લગ્ન બતાવવામાં આવશે. વર્ષ 2014માં રિલીઝ તયેલી ફિલ્મની આ સીક્વલનું નામ 'Stand by Me Doraemon 2' હશે.

પહેલો પાર્ટ જ્યાં નોબિતા અને ડોરેમૉનની પહેલી મુલાકાત અને તેમના એડવેન્ચર વિશે હતી ત્યાં હવે બીજો પાર્ટ નોબિતાની ચાઇલ્ડહુડ ફ્રેન્ડ શિઝૂકા સાથે તેના લગ્ન વિશે હશે. ફિલ્મ નવેમ્બર 2020માં જાપાનમાં રિલીઝ થઈ ચૂકી છે અને ફેબ્રુઆરી 2021માં આને ઇન્ડોનેશિયામાં રિલીઝ કરી દેવામાં આવશે. સીબીઆઇ પિક્ચર્સે આ સમાચાર ટ્વિટર પર શૅર કર્યા છે અને આની સાથે જ સોશિયલ મીડિયા પર નોબિતા તેમજ શિઝૂકાના લગ્ન ટ્રેન્ડ થવા લાગ્યા છે. આ કાર્ટૂન પાત્રને પસંદ કરનારા કરોડો ચાહકો સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાની ભાવનાઓ શૅર કરી રહ્યા છે.

એક યૂઝરે લખ્યું, "જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે તો હું છેલ્લીવાર મારા બાળપણને જીવીશ અને મારી આંખોમાં ખરેખર આંસૂ હશે જ્યારે હું નોબિતા અને શિઝૂકાના લગ્ન જોઇશ. સાથે જ ડોરેમૉનને તેના પર ગર્વ થશે."

અન્ય એક યૂઝરે લખ્યું, "પ્લીઝ-પ્લીઝ. હું નોબિતા માટે રડી પડીશ."

એક યૂઝરે રડતી ઇમોજી બનાવીને લખ્યું છે કે નોબિતાના લગ્ન મારા કરતા પહેલા થઈ ગયા, જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું છે કે જુઓ નોબિતા અને શિઝૂકાના લગ્ન થઈ રહ્યા છે. હવે તો માનો કે 2021 ખૂબ જ સારું વર્ષ જવાનું છે.

આ પ્રકારની અનેક ફની અને ઇમોશનલ કોમેન્ટ લોકોએ ટ્વીટ કરીને લખી છે.

television news entertainment news hollywood news