Anita Hassanandaniએ ગર્ભાવસ્થામાં કરાવ્યું બોલ્ડ અને હૉટ ફોટોશૂટ, જુઓ

28 January, 2021 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Anita Hassanandaniએ ગર્ભાવસ્થામાં કરાવ્યું બોલ્ડ અને હૉટ ફોટોશૂટ, જુઓ

અનિતા હસનંદાની પતિ રોહિત રેડ્ડી સાથે

બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા માતા બન્યા બાદ હવે બીજી કેટલીક અભિનેત્રીઓ સારા સમાચાર આપવા જઈ રહી છે. બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર, અનિતા હસનંદાની, અદિતિ મલિક, સાગરિકા ઘાટગે, નકુલ મહેતાની પત્ની જાનકી પારેખ પણ હાલ પોતાની પ્રેગ્નેન્સીના સમયનો આનંદ માણી રહી છે. બૅબી બમ્પ સાથે અભિનેત્રીઓ પોતાના ફોટોઝ પણ સોશિય મીડિયા પર સતત શૅર કરી રહી છે.

આ દરમિયાન પ્રેગ્નન્સી પીરિયડમાં અનિતા હસનંદાનીએ પોતાનું એક બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેની હાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ ફોટોશૂટમાં અનિતા ઘણી હૉટ અને બૉલ્ડ નજર આવી રહી છે. સોશિયલ મીડિયા પર અત્યંત એક્ટિવ રહેનારી અનિતાએ પોતાના ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. અનિતા સિવાય તેના પતિ રોહિત રેડ્ડીએ પણ એક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.

અનિતાનું આ ફોટોશૂટ બ્લેક એન્ડ વાઈટ છે. આ ફોટોમાં એક્ટ્રેસ સ્ટૂલ પર બેઠી છે. આ દરમિયાન તેણે બ્લેક આઉટફિટ પહેર્યો છે અને તે પોતાનું બૅબી બમ્પ ફ્લૉન્ટ કરી રહી છે. તેમ જ બીજા ફોટોમાં અનિતાએ સફેદ રંગનો ટૉપ અને શૉર્ટ્સ પહેર્યો છે, જેમાં તે બીજી તરફ જોઈને સ્માઈલ કરી રહી છે. ફોટો શૅર કરતા અનિતાએ કેપ્શનમાં લખ્યું છે, 'કિસી કિતાબ કે રૂપ મેં નહીં, કિસી poetry મેં નહીં, અપને ભીતર કુછ રચ રહીં હૂં, કુછ અનદેખા સા.... કુછ રચ રહી હૂં કોઈ મુઝે રચ રહા હૈ... ઉસકે આને સે જન્મ લૂંગી મેં માં કે રૂપ મેં...'

તેમ જ રોહિતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર જે ફોટો શૅર કર્યો છે, તેમાં અનિતા એક ખુરશી પર બેઠી છે અને તેમની પાછળ રોહિત ઉભા છે, જે અનિતાને જોઈ રહ્યા છે. એક્ટ્રેસની આ સુંદર ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. ઘણી ટીવી અભિનેત્રીઓએ પણ અનિતાના ફોટા પર કમેન્ટ કરીને તેની પ્રશંસા કરી છે.

anita hassanandani television news indian television tv show entertainment news