'તુઝસે હૈ રાબતા'માં શગૂન પાંડે ટ્રાન્સજેન્ડરના રોલમાં

11 March, 2020 01:54 PM IST  |  Ahmedabad

'તુઝસે હૈ રાબતા'માં શગૂન પાંડે ટ્રાન્સજેન્ડરના રોલમાં

શગૂન પાંડે

ઝી ટીવીનો શો ‘તુઝસે હૈ રાબતા’ એની યુનિક સ્ટોરીલાઇનને લીધે દર્શકોમાં પૉપ્યુલર બન્યો છે. આ શો એક દીકરી કલ્યાણી (રીમ શેખ) અને સાવકી મા અનુપ્રિયા (પૂર્વા ગોખલે)ના સંબંધ પર આધારિત છે. હાલમાં આ સિરિયલ ટર્ન અને ટ્વિસ્ટથી ભરપૂર બની છે, કારણ કે કલ્યાણી તેના સ્કૂલ-ફ્રેન્ડ રચિતના બાળકની મા બનવાની છે અને આખો પરિવાર આઘાતમાં છે. કલ્યાણીના પરિવારની દરેક વ્યક્તિ તેને અબૉર્શન કરવાનું કહે છે ત્યારે કલ્યાણીનો પતિ મલ્હાર (સેહબાન અઝીમ) તેનો સાથ આપે છે.

આ ઉપરાંત શોમાં ‘મસ્તાની બાઈ’ નામના એક ટ્રાન્સજેન્ડર પાત્રની એન્ટ્રી થવાથી વધુ રસપ્રદ વળાંક જોવા મળશે. મસ્તાની બાઈનું પાત્ર અભિનેતા શગૂન પાંડે ભજવી રહ્યો છે, જે ઑલરેડી શોમાં અથર્વ બાપટનો રોલ પણ કરી રહ્યો છે. ‘મસ્તાની બાઈ’ ઔરંગાબાદની લાલ ગલીમાં વૈશ્યાગૃહ ચલાવે છે અને ત્રાસ ફેલાવે છે. મલ્હાર સામે કલ્યાણીની પ્રેગ્નન્સીનું સત્ય મસ્તાની બાઈ જ લાવે છે. શોમાં આગળના ટ્રૅકમાં મસ્તાની બાઈ કઈ રીતે રચિતના મર્ડર સાથે જોડાયેલી છે એ બતાવવામાં આવશે.

television news tv show zee tv