સારેગામાપા લિટલ ચૅમ્પ્સની સૌથી હિટ સીઝન 2017નું રિપીટ ટેલિકાસ્ટ શરૂ

13 April, 2020 04:18 PM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

સારેગામાપા લિટલ ચૅમ્પ્સની સૌથી હિટ સીઝન 2017નું રિપીટ ટેલિકાસ્ટ શરૂ

નેહા કક્કર

કલર્સ ચૅનલે એના સૌથી હિટ રિયલિટી શો ‘બિગ બૉસ’ની આ વર્ષની સીઝનનું રીટેલિકાસ્ટ શરૂ કર્યું છે ત્યારે એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે એ જ શો રિપીટ કરવો જે ઑડિયન્સમાં સૌથી વધારે પૉપ્યુલર હોય. આ જ વાતને ધ્યાનમાં રાખીને ઝી ટીવીએ ‘સારેગામા લિટલ ચૅમ્પ્સ’નું રિપીટ ટેલિકાસ્ટ શરૂ કર્યું છે. ઝી ટીવીએ એ વાતનું ધ્યાન રાખ્યું છે કે અત્યાર સુધીમાં સૌથી હિટ ગયેલી ૨૦૧૭ની સીઝનને ઑનઍર કરી છે. આ સીઝનમાં સિંગર અને શોની જજ નેહા કક્કરને પાંચ વર્ષના જયશકુમાર સાથે ઇમોશનલ અટેચમેન્ટ થઈ ગયું હતું. લોકોને નેહા અને જયશની પૅર ખૂબ ગમી હતી અને રિપીટ ટેલિકાસ્ટમાં પણ એ પારાવાર જોવાઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આ સીઝન એટલી હદે પૉપ્યુલર થઈ હતી કે ચાર મહિના ચાલનારો આ શો આઠ મહિના એટલે કે ઑલમોસ્ટ ડબલ ચાલ્યો હતો.

૨૦૧૭ની આ સીઝન ઉપરાંત ઝી ટીવીએ ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’નું પણ રીટેલિકાસ્ટ શરૂ કર્યું છે. આ એ સીઝન છે જેમાં આજના જાણીતા કોરિયોગ્રાફર સલમાન, શક્તિ મોહન, ધર્મેશસર મેન્ટરની ભૂમિકા ભજવે છે.

sa re ga ma pa television news tv show