17 April, 2020 04:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કુંભકર્ણ
ડીડી નેશનલ પર રામાયણનું ફરી પ્રસારણ થવાથી દર્શકો ખૂબ જ ખુશ થઈ ગયા છે. રામાયણ દિવસમાં બેવાર પ્રસારિત કરવામાં આવે છે. સવારે અને રાત્રે 9 વાગે નવા-નવા એપિસોડ જોવા મળે છે. જેના કારણે સ્ટોરી જલ્દી આગળ વધી રહી છે અને હાલના એપિસોડમાં ભગવાન રામે કુંભકર્ણનો વધ કરી દીધો છે. કુંભકર્ણના વધથી લોકોના આંખમાં આસુ આવી ગયા છે. એપિસોડ બાદ સોશિયલ મીડિયા પર કુંભકર્ણની ઘણી પ્રસંશા થઈ રહી છે અને તેના ઘણાં મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે અને અત્યારે ટ્વિટર પર હેશટેગ #Kumbhkaran ટ્રેન્ડ કરવા લાગ્યું.
જણાવી દઈએ કે, કુંભકર્ણ રાવણનો ભાઈ હતો. રામાયણના આ એપિસોડમાં કુંભકર્ણ રાવણને તેના લંકાના વિનાશ વિશે જણાવે છે. કુંભકર્ણ રાવણને સીતાનું હરણ કરવા માટે પૂર્વજોના શાપની વાત યાદ અપાવે છે. કુંભકર્ણ રાવણને ધર્મનીતિની યાદ અપાવે છે. જે લોકોને ખૂબ પસંદ આવ્યું. કુંભકર્ણ જાણતા હતા કે એમનું વધ થવાનું છે તો પણ રણભૂમિમાં ચાલ્યા ગયા. આ દૃશ્ય લોકોના હૃદયને સ્પર્શી ગયું અને લોકો કુંભકર્ણની આ વાતોના ફૅન બની ગયા અને આવું કરુણ દૃશ્ય જોઈને લોકોના દિલ ભરી આવ્યા.
કુંભકર્ણને આ વાતની બરાબરથી જાણ હતી કે રાવણ યુદ્ધ જીતી શકશે નહીં અને તે આ યુદ્ધમાં માર્યો જશે, તેમ છતાં તે પોતાના ભાઈ રાવણ માટે યુદ્ધ મેદાનમાં ગયો. કુંભકર્ણની ભાઈ વિભીષણ સાથેની વાર્તાલાપ લોકોના દિલને સ્પર્શી ગઈ.
લોકો કુંભકર્ણની આદતો અને પોતાની આદતોની સરખામણી કરતા મીમ્સનો વરસાદ વરસાવી રહ્યા છે અને આવા મીમ્સમાં લોકો એકબીજાને ટેગ પણ કરી રહ્યાં છે.