પ્રાજક્તા કોલી કામ કરશે મિશેલ ઓબામા સાથે

21 January, 2020 01:06 PM IST  |  Mumbai

પ્રાજક્તા કોલી કામ કરશે મિશેલ ઓબામા સાથે

પ્રાજક્તા કોલી

તાકી મેં જબ ઓનલાઇન આઉં તબ આપ કી ભી ઘંટી બજ જાએ...

યુ ટ્યુબ પર મોસ્ટલી સેનનાં નામે ચેનલ પર ધૂમ મચાવતી પ્રાજક્તા કોલી ડિજિટલ મીડિયા પર એક્ટિવ હોય એમની માટે જરા પણ નવું નામ નથી. પ્રાજક્તાએ પોતાની મહેનતથી એ લેવલ હાંસિલ કર્યુ છે કે હવે તેની ચેનલ પર ઇન્ટરવ્યુ માટે અજય દેવગણથી લઈને સૈફ અલી ખાન જેવા સ્ટાર પણ સામેથી આવે છે. જોકે આ વખતે પ્રાજક્તાએ સિક્સર ફટકારી છે.

યુ ટ્યુબ ઓરિજિનલ પર બનનારી ગર્લ્સ એજ્યુકેશનની ડોક્યુમેન્ટરી માટે પ્રાજક્તાએ હવે અમેરિકાના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા સાથે કામ કરવાનું છે. આ ડોક્યુમેન્ટરી યુટ્યુબ પોતે જ પ્રોડ્યુસ કરવાની છે. આ ડોક્યુમેન્ટરી માટે જગતભરમાંથી ત્રણ યુટ્યુબરની પસંદગી થઈ, જેમાંથી આખા એશિયામાંથી પ્રાજક્તા એક માત્ર યુટ્યુબર છે.

ગર્લ્સ એજ્યુકેશનની આવશ્યકતા અને એ અત્યારે દુનિયાભરમાં ક્યા સ્તર પર છે એ વિષયની આ ડોક્યુમેન્ટરી ત્રણ ભાગમાં હશે, જેમાં દુનિયાના તમામ દેશોને આવરી લેવામાં આવશે.

youtube michelle obama television news entertaintment