કૉમ્પિટિશન નહીં હોય તો કોઈ પોતાની જાતને સુધારશે નહીં : સુંધાશુ પાન્ડે

14 August, 2022 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુંધાશુ પાન્ડેનું કહેવું છે કે જો કૉમ્પિટિશન જેવું કંઈ ન હોત તો લોકો પોતાની જાતને ઇમ્પ્રૂવ પણ ન કરત.

સુધાંશુ પાંડે

સુંધાશુ પાન્ડેનું કહેવું છે કે જો કૉમ્પિટિશન જેવું કંઈ ન હોત તો લોકો પોતાની જાતને ઇમ્પ્રૂવ પણ ન કરત. આજે દરેક ઇન્ડસ્ટ્રીમાં કૉમ્પિટિશન જોવા મળી રહી છે. સુંધાશુને ‘અનુપમા’ને કારણે ખૂબ ફેમ મળ્યું છે. આ વિશે વાત કરતાં સુંધાશુએ કહ્યું કે ‘કૉમ્પિટિશન હંમેશાં રહેવાની જ છે, કારણ કે જો એ ન હોય તો મને નથી લાગતું કે કોઈ પોતાની જાતનો વિકાસ કરવાની કોશિશ કરે. પોતાનો વિકાસ કરવા અને વધુ સારા બનવા માટે દરેક વ્યક્તિએ કૉમ્પિટિશનનો અહેસાસ કરવો જોઈએ.’
તેનું કહેવું છે કે આજે ઍક્ટર્સે તેમના પાત્ર સાથે એક્સપરિમેન્ટ્સ કરવું જોઈએ. આ વિશે વાત કરતાં સુંધાશુ પાન્ડેએ કહ્યું કે ‘વરાઇટીવાળા પ્રોજેક્ટ્સ​ વિશે હું વધુ કહી શકું એમ નથી, કારણ કે આ જે બધા પ્રોજેક્ટ એક જેવા જ લાગે છે. હા, આજે તક ઘણી બધી છે અને ઍક્ટર્સે પાસે પણ ઘણાં બધાં પ્લૅટફૉર્મ પર કામ કરવાની તક ઝડપી લેવી જોઈએ.’

television news sudhanshu pandey