મનીષ પૉલ-પ્રિન્સ નેરુલાએ કેમ વિઝ્‌યુઅલી ચૅલેન્જ બાળકોને કર્યું દાન?

31 August, 2019 08:08 AM IST  |  મુંબઈ

મનીષ પૉલ-પ્રિન્સ નેરુલાએ કેમ વિઝ્‌યુઅલી ચૅલેન્જ બાળકોને કર્યું દાન?

મનીષ પૉલ અને પ્રિન્સ નરૂલા

સ્ટાર પ્લસ પર આવતો રિયલિટી શો ‘નચ બલિયે 9’ના હોસ્ટ મનીષ પૉલ અને સ્પર્ધક પ્રિન્સ નેરુલાએ વિઝ્યુઅલી ચૅલેન્જ બાળકોને દાન કર્યું છે. નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન શ્રીરંગ ચેરિટેબેલ ટ્રસ્ટના વિઝ્યુઅલી ચૅલેન્જ બાળકોએ ઇકો-ફ્રેન્ડ્લી ગણપતીની મુર્તિ બનાવી હતી. આ બાળકો જજ, સ્પર્ધક અને હોસ્ટને મળ્યાં હતાં. આ બાળકો કલર્સ ન ઓળખી શકતા હોવાથી રંગમાં વિવિધ સુંગંધનો સમાવેશ કરવામાં આવે છે, જેથી તેઓ કલરને ઓળખી શકે. તેમને આ મુર્તિ બનાવતા કેટલી મહેનત લાગે છે એ વિશે જાણીને દરેકની આંખ ભીની થઈ ગઈ હતી. મનીષ પૉલે તરત જ તેમને ૫૧૦૦૦ની મદદ કરવાની જાહેરાત કરી હતી તો સ્પર્ધક પ્રિન્સ નેરુલાએ પણ તેમને એક લાખની મદદ કરી હતી. આ સાથે જ અન્ય સ્પર્ધક અને જજ દ્વારા પણ તેમને સપોર્ટ કરવામાં આવશે એવી બાહેધરી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Saaho Movie Review:ઍક્શનનો આઇટમ-બૉમ્બ સ્ટોરીનું સુરસુરિયું

manish paul prince narula entertaintment