હૃષીકેશ પાંડે અત્યારે દીકરાને હિન્દી શીખવે છે

03 April, 2020 05:47 PM IST  |  Rajkot | Rashmin Shah

હૃષીકેશ પાંડે અત્યારે દીકરાને હિન્દી શીખવે છે

‘જગ જનની મા વૈષ્ણોદેવી’માં રાજવીનું કૅરૅક્ટર કરતો હૃષીકેશ પાંડે અત્યારે શૂટિંગ બંધ હોવાથી ઘરે છે, પણ તેણે આ ઘરનો સમય બહુ સરસ રીતે પસાર કરવાનું નક્કી કર્યું છે. હૃષીકેશ દરરોજ પોતાના દીકરાને હિન્દી ભણાવવાનું કામ કરે છે. હૃષીકેશનો દીકરો નાશિકની બોર્ડિંગ સ્કૂલમાં ભણે છે. હૃષીકેશે કહ્યું કે ‘કોરોનાને કારણે લૉકડાઉન અનાઉન્સ થાય એવી શક્યતા લાગતાં જ હું જઈને તેને મુંબઈ લઈ આવ્યો, પણ આવ્યા પછી મને લાગ્યું કે આ ટાઇમ મારે તેની સાથે પસાર કરવો જોઈએ અને એ પણ સારી રીતે, એટલે મેં એની અગાઉની માર્કશીટ્સ જોઈ, જે જોઈને મને લાગ્યું કે મારે તેને હિન્દી સ્ટડી કરાવવું જોઈએ અને અમે શરૂઆત કરી.’ 

આજના સમયમાં મોટા ભાગનાં બાળકો માતૃભાષામાં વાત કરતાં કે વાંચી શકતાં નથી પણ હૃષીકેશ નથી ઇચ્છતો કે તેના દીકરાને પણ આ જ વાત લાગુ પડે એટલે તે પોતે દીકરાને હિન્દી શીખવવાનું કામ કરવા બેસી ગયો છે. હૃષીકેશ કહે છે, ‘હું તેને વંચાવું પણ છું અને તેની સાથે ઘરમાં વાત પણ હિન્દીમાં કરું છું જેથી તેનું શબ્દભંડોળ પણ વધે.’

હિન્દીની સાથોસાથ હૃષીકેશ તેના દીકરાને સ્કૂલ એજ્યુકેશન પણ આપવાનું કામ કરે છે, જેથી સ્કૂલ ખૂલે ત્યારે તેના દીકરા પર ભણવાનું પ્રેશર ન આવે.

Rashmin Shah rajkot entertainment news