23 January, 2020 02:56 PM IST | Mumbai | Harsh Desai
આશિષ ચૌધરી
આશિષ ચૌધરીનું કહેવું છે કે તેણે ‘બેહદ ૨’નું પાત્ર તેના બાળકો માટે પસંદ કર્યું હતું. તેને ત્રણ બાળકો છે અને તેમને તે દેખાડવા માગતો હતો કે તે ઓછી ઉંમરે પણ વધઉ ઉંમરલાયક પાત્રો ભજવી શકે છે. ‘બેહદ ૨’માં તે મલ્ટી-મિલ્યોનેર વ્યક્તિ એમ.જે.નું પાત્ર ભજવી રહ્યો છે જે રુદ્ર અને રિશીનો પિતા હોય છે. આશિષે કૉમેડી દ્વારા પોતાને સાબિત કર્યો છે, પરંતુ તે હવે ગ્રે હૅરમાં જોવા મળી રહ્યો છે. આ વિશે આશિષે કહ્યું હતું કે ‘હું મારા બાળકોને દેખાડવા માગતો હતો કે હું આ ઉંમરે પણ મારા કરતાં વધુ ઉંમરની વ્યક્તિનું પાત્ર ભજવી શકુ છું. હું ચૅલેન્જ લેનારો વ્યક્તિ છું અને મને ખબર હતી કે હું આ ભજવી શકીશ. હું ૬૦ વર્ષનો હોઉં ત્યારે જ ૬૦ વર્ષની વ્યક્તિનું પાત્ર ભજવું તો એમાં કંઈ સ્પેશ્યલ નથી રહેતો. મારા બાળકોએ પણ ભવિષ્યમાં ચૅલેન્જ સ્વિકારે એ હેતુંને ધ્યાનમાં રાખીને મેં આ પાત્ર પસંદ કર્યું છે. હું આ પાત્ર દ્વારા મારા બાળકોને મૅસેજ આપવા માગું છું કે તમારે તમારા કમ્ફર્ટઝોનમાંથી બહાર આવીને અલગ કામ કરવું જોઈએ.’