શહેનાઝ ગિલ વિશે પૂછતા સિદ્ધાર્થ શુક્લાએ આપ્યો આવો જવાબ, જાણો શું કહ્યું

12 September, 2020 06:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શહેનાઝ ગિલ વિશે પૂછતા સિદ્ધાર્થ શુક્લાએ આપ્યો આવો જવાબ, જાણો શું કહ્યું

સિદ્ધાર્થ શુક્લા

બિગ-બૉસ 13 કન્ટેસ્ટન્ટ સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) સતત હેડલાઈન્સમાં છવાયેલા છે. તાજેતરમાં જ તે 'દિલ કો કરાર આયા' (Dil Ko Karaar Aaya) મ્યુઝિક વીડિયોમાં જોવા મળ્યો હતો. હવે સિદ્ધાર્થ શુક્લાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં પાપારાઝી સિદ્ધાર્થને શહનાઝ ગિલ વિશે પૂછતા નજરે પડે છે. જેનો સિદ્ધાર્થે રમૂજી રીતે જવાબ આપ્યો હતો.

ખરેખર, સિદ્ધાર્થ જેવી જ રીતે તેની કારમાં બેસવા જાય છે, પાપારાઝી તેમને કહે છે, ફિર કબ મિલોગે સર, તે કહે છે- જલદી જ, એના બાદ તેઓ પૂછે છે કે તમે શહેનાઝ ગિલ સાથે ક્યારે આવી રહ્યા છો? આના જવાબમાં, તે કહે છે- અબે યાર... પછી સિદ્ધાર્થ હસતા કહે છે કે, બહુ જ જલદી, જ્યારે તેની પાસે સમય રહેશે. તેમનો આ અંદાજ ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી રહ્યો છે.

કેઝ્યુઅલ લૂકમાં સિદ્ધાર્થ શુક્લા ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યો છે. એના આ વીડિયો પર લોક જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, 'અબે યાર ... શું જવાબ છે.' બીજા એક યૂઝરે લખ્યું, 'તમે શહેનાઝ ગિલને ક્યારે મળશો?' અન્ય એક યૂઝરે લખ્યું, 'સર, અમે તમને ખૂબ યાદ કરીએ છીએ, કૃપા કરીને તમારો ફોટો શેર કરતા રહો.' ત્યારે બીજા એક યૂઝરે લખ્યું, ન્યૂ હેરકટમાં કમાલ લાગી રહ્યા છો.

જણાવી દઈએ કે શહેનાઝ ગિલ (Shehnaaz Gill) અને સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)ની જોડી બિગ બૉસ 13માં સૌથી વધુ ચર્ચિત કપલમાંથી એક રહી હતી. શૉ સમાપ્ત થયા બાદ પણ બન્નેની ચર્ચા પૂર્ણ થવાનું નામ જ નથી લઈ રહી. બિગ-બૉસના ઘરમાં શહેનાઝના પોતાના ચુલબુલ અંદાજે દરેકના દિલ જીતી લીધા હતા. બન્ને મ્યૂઝિક વીડિયો ભૂલા દુંગા (Bhula Dunga)માં નજર આવ્યા હતા.

આ રોમેન્ટિક ગીતની શૂટિંગ મઢ આઈલેન્ડમાં થઈ હતી. આ ગીતને શૂટ કરવામાં બે દિવસ લાગ્યા હતા. આ ગીતના સુંદર અન્ડરવૉટર સીન લોકોને ઘણા પસંદ આવ્યા હતા. પાણીથી ડરતી શહેનાઝ ગિલે આ દૃશ્યે ખૂબ જ સુંદર રીતે ભજવ્યું હતું, જેના માટે તેમની પ્રશંસા થઈ હતી. બિગ-બૉસમાં શહેનાઝ અને સિદ્ધાર્થની જોડીને ફૅન્સનો ઘણો પ્રેમ મળ્યો હતો.

Bigg Boss 13 siddharth shukla television news tv show entertainment news