અંકિત તિવારી અને શ્રીકાંત પણ દેખાશે ‘સ્માર્ટ જોડી’માં

24 February, 2022 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટાર પ્લસ પર શરૂ થઈ રહેલા ડાન્સ રિયલિટી શોમાં અંકિત તિવારી અને ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ શ્રીકાન્ત પણ જોવા મળશે.

અંકિત તિવારી પત્ની સાથે

સ્ટાર પ્લસ પર શરૂ થઈ રહેલા ડાન્સ રિયલિટી શોમાં અંકિત તિવારી અને ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ શ્રીકાન્ત પણ જોવા મળશે. આ શોમાં દસ જોડીઓ જોવા મળશે. ઍક્ટ્રેસ, સિંગર, ક્રિકેટર, કૉમેડિયન અને કોરિયોગ્રાફર જેવી વિવિધ જોડી એમાં દેખાડવામાં આવશે. આ શોમાં અંકિતા લોખંડે અને વિકી જૈનની જોડી હાજરી આપવાની હોવાથી ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. જોકે એમાં મોનાલિસા અને વિક્રાન્ત, નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા, રાહુલ મહાજન અને નતાલ્યા, ભાગ્યશ્રી, પતિ હિમાલય દાસાની, ક્રિસ શ્રીકાન્ત અને વિદ્યા શ્રીકાન્ત, અર્જુન બિજલાણી અને નેહા સ્વામી બિજલાણી, બલરાજ અને દીપ્તિ તુલી, અંકિત અને પલ્લવી શુક્લા તિવારી તેમ જ ગૌરવ તનેજા અને ઋતુ રાઠી તનેજાને પસંદ કરવામાં આવ્યાં છે. આ શો શનિવારથી રાતે આઠ વાગ્યે સ્ટાર પ્લસ પર શરૂ થઈ રહ્યો છે.

television news star plus