સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સનો સેટ છોડીને રિચા શર્મા કેમ જતી રહી?

06 April, 2019 09:34 AM IST  | 

સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સનો સેટ છોડીને રિચા શર્મા કેમ જતી રહી?

રિચા શર્મા

ઝી ટીવી પર આવતા શો ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ના સેટ પર રિચા શર્મા અડધેથી ઊભી થઈને જતી રહી હતી. દરેક વ્યક્તિ વિચારી રહી રહ્યાં હતાં કે શું થયું? જોકે તે સ્પર્ધક રિતિક ગુપ્તાને સરપ્રાઇઝ આપવા માટે ઊઠીને જતી રહી હતી. આ શોમાં રિતિકે કિશોરકુમારનું ગીત ‘રફતા રફતા’ ગાયું હતું અને ત્યાર બાદ તેણે કહ્યું હતું કે તે તેના પેરન્ટ્સને ખૂબ જ મિસ કરી રહ્યો છે. આ સાંભળી રિચા શર્મા ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે ‘મેં હંમેશાં તારી સાથે ફૅમિલીની જેમ વર્તન કર્યું છે. હું તારી મોટી બહેન હોઉં એ રીતે તારી સાથે રહી છું અને એમ છતાં તું હંમેશાં કહે છે કે તું અહીં એકલો છે, તારી પાસે કોઈ નથી. મારે હવે અહીં નથી રહેવું.’

આ પણ વાંચો : તારક મહેતાના મેકર્સ હવે નહીં જુએ દિશાની રાહ, શોમાં થશે નવી એંટ્રી

આ સાંભળી રિચા ત્યાંથી જતી રહે છે અને તમામ વ્યક્તિ નિરાશ થઈ જાય છે. રિતિક રિચા પાછળ ભાગે છે અને ત્યાં જ તેને સરપ્રાઇઝ આપવા માટે તેના પપ્પા ઊભા હોય છે.

sa re ga ma pa television news tv show zee tv