'જીજાજી છત પર હૈ'ની બીજી સીઝનમાં પંચમ બનશે સંજના

25 October, 2019 11:09 AM IST  |  અમદાવાદ

'જીજાજી છત પર હૈ'ની બીજી સીઝનમાં પંચમ બનશે સંજના

નિખિલ ખુરાના

ગયા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયેલી સબ ટીવીની હળવી સિચુએશનલ કૉમેડી સિરિયલ ‘જીજાજી છત પર હૈ’ ગયા અઠવાડિયે (૧૮ ઑક્ટોબર) પૂરી થઈ છે. એની નવી સીઝન ૨૮ ઑક્ટોબરે શરૂ થવાની છે.

દિલ્હીના ચાંદની ચોકમાં આવેલી લહેંગાની દુકાનના માલિક મુરાલીલાલ બંસલ અને મ્યુઝિક ડિરેક્ટર બનવા આગ્રાથી આવેલા ૨૪ વર્ષના પંચમ ખુરાનાની આસપાસ ‘જીજાજી છત પર હૈ’ની પહેલી સીઝનની વાર્તા આકાર લેતી હતી. મુરારીલાલે પોતાનો ઉપલો માળ (‘બરસાતી’) પંચમને ભાડે આપ્યો હતો. મુરાલીલાલના પાત્રમાં અનુપ ઉપાધ્યાય અને પંચમ ખુરાનાના પાત્રમાં નિખિલ ખુરાના હતા. બીજી સસીઝનમાં નિખિલ ખુરાના ‘સંજના’નું પાત્ર ભજવશે.

આ પણ વાંચો : કવિતા કૌશિકની પહેલી વેબ-સિરીઝ કોબવેબ

જીહા, પ્યાર તુને ક્યા કિયા, યે હૈ આશિકી, કસમ તેરે પ્યાર કી સહિતની સિરિયલમાં દેખાઈ ચૂકેલા અભિનેતા નિખિલ ખુરાના ‘જીજાજી છત પર હૈ’ની બીજી સીઝનમાં સ્ત્રી બનશે. બીજી બાજુ પહેલા ભાગમાં પંચમની પત્ની બનેલા અભિનેતા હરવીર સિંહ આ વખતે પુરુષ-પાત્રમાં દેખાશે. આ ઉપરાંત ઇલાઇચીના પાત્રમાં હિબા નવાબ, કરુણા બંસલ તરીકે સોમા રાઠોડ અને સુનીતા બાવા તરીકે રાસી બાવા કન્ટિન્યુ કરશે.

sab tv television news