કિશ્વર મર્ચન્ટના ચાર મહિનાના દીકરાને થયો કોરોના

11 January, 2022 07:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કિશ્વર મર્ચન્ટનો ચાર મહિનાનો દીકરો નિર્વૈર કોવિડ પૉઝિટિવ થયો છે. થોડા દિવસો અગાઉ નકુલ મેહતાના દીકરા સૂફીને પણ કોરોના થયો હતો.

કિશ્વર મર્ચન્ટના ચાર મહિનાના દીકરાને થયો કોરોના

કિશ્વર મર્ચન્ટનો ચાર મહિનાનો દીકરો નિર્વૈર કોવિડ પૉઝિટિવ થયો છે. થોડા દિવસો અગાઉ નકુલ મેહતાના દીકરા સૂફીને પણ કોરોના થયો હતો. હસબન્ડ સુયશ રાય સાથેની ડેટિંગ ઍનિવર્સરી કિશ્વરે વિશ કરી છે અને સાથે જ દીકરાને કોવિડ થયો હોવાની પણ માહિતી આપી છે. હસબન્ડ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કિશ્વરે કૅપ્શન આપી હતી ‘અપ્રિશિએશન પોસ્ટઃ સૌપ્રથમ તો આપણને હૅપી ડેટિંગ ઍનિવર્સરી. હું આ વ્યક્તિને ૧૧ વર્ષથી ઓળખું છું. સમયની સાથે તે ખૂબ બદલાઈ પણ ગયો છે. તે પહેલાં કરતાં વધુ મૅચ્યોર, સમજદાર, જવાબદાર અને પ્રેમાળ બની ગયો છે. પાંચ દિવસ પહેલાં નિર્વૈરની નૅનીને કોવિડ થયો અને ત્યાર બાદ તો સ્થિતિ ખરાબ થઈ ગઈ. અમારી હાઉસહેલ્પ સંગીતાને કોરોના થતાં તે ક્વૉરન્ટીન છે. સુયશનો પાર્ટનર સિડ જે અમારી સાથે રહે છે તેને પણ ઇન્ફેક્શન લાગ્યું છે. બાદમાં ખરાબ સ્થિતિ થતાં નિર્વૈરને પણ આ વાઇરસનું સંક્રમણ લાગ્યું. એથી અમારા બન્ને માટે જમવાનું બનાવનાર, સાફસફાઈ કરનાર અને નિર્વૈરને તકલીફમાં મદદ કરનાર પણ કોઈ નથી. સુયશ રાય સારો પાર્ટનર છે. કપરા દિવસોમાં બધું સહેલાઈથી પાર પાડવા માટે તેનો આભાર. તે દરેક કામમાં મદદ કરે છે. સંગીતા અને સિડ માટે બ્રેકફાસ્ટ બનાવે છે, મારી પીઠમાં મસાજ કરી આપે છે, મારાં આંસુ લૂછે છે, મારી સાથે રહે છે. હું જ્યારે આરામ કરતી હોઉં તો તે બાળકની દેખભાળ રાખે છે, તેને એન્ટરટેઇન કરે છે. તેને સુવડાવી દે છે. સાથે જ વાસણ ધોઈ નાખે છે અને બટુક અને પેબલોની કાળજી પણ લે છે. આજે મને તેના પર ખૂબ ગર્વ છે. ૧૧ વર્ષ પહેલાં આજના દિવસે તને મળી અને તારી સાથે લગ્ન કર્યાં એની મને ખુશી છે. વધુ એક વસ્તુ. વધારે પડતો બ્રેકફાસ્ટ બનાવવાનું બંધ કર. આઇ લવ યુ સો મચ. અમારી ચિંતા કરવા માટે અને અમારા માટે ભોજન મોકલવા માટે મમ્મા મર્ચન્ટ, રંજના રાય અને શ્રુતિ રાયનો આભાર. સાથે જ પરિવાર જેવા ફ્રેન્ડ્સ જેઓ સતત એકસમાન અમારી સાથે દીકરાની પણ ચિંતા કરી રહ્યા છે તેમનો પણ આભાર.’

television news kishwer merchant coronavirus