ફ્રી-ટાઇમમાં પેઇન્ટિંગ કરે છે કરણ સિંહ ગ્રોવર

20 April, 2019 12:30 PM IST  | 

ફ્રી-ટાઇમમાં પેઇન્ટિંગ કરે છે કરણ સિંહ ગ્રોવર

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર

કરણ સિંહ ગ્રોવરનું કહેવું છે કે ખાલી સમયમાં તે પેઇન્ટિંગ કરતો હોય છે. તે છેલ્લા ઘણા સમયથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે. જોકે હવે તેની પાસે એક ફિલ્મ ‘આદત’ અને વેબ-સિરીઝ ‘બૉસ : બાપ ઑફ સ્પેશ્યલ સર્વિસિસ’ છે. ‘આદત’માં તેની સાથે તેની વાઇફ બિપાશા બાસુ પણ જોવા મળશે. આ અગાઉ તેણે ૨૦૧૫માં આવેલી ‘અલોન’માં સાથે કામ કર્યું હતું. ફ્રી-ટાઇમમાં પેઇન્ટિંગ કરતો હોય છે એવું જણાવતાં કરણે કહ્યું હતું કે ‘હા, એ વાત સાચી છે કે હું સ્ક્રીનથી દૂર હતો. જોકે એની પાછળ કોઈ ચોક્કસ કારણ નહોતું. હું જ્યારે સ્ક્રીન પર ન દેખાઉં ત્યારે હું પેઇન્ટિંગ કરતો હોઉં છું. આ એક એવું ક્ષેત્ર છે જે થોડું વિશ્વાસને પાત્ર પણ છે. એમાં ભરપૂર ફન છે. આ એક એવી વસ્તુ છે જેને હું પોતે ક્રીએટ કરું છું, એના માટે કોઈના પર ભરોસો નથી રાખતો અને એના માટે મારે અન્ય લોકો પર આધાર નથી રાખવો પડતો.’

આ પણ વાંચો : સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે દિલજિત દોસંજને

પોતાના આવનારા પ્રોજેક્ટ્સ વિશે કરણે કહ્યું હતું કે ‘એક ફિલ્મ ‘આદત’ જલદી જ રિલીઝ થવાની છે. એનું શૂટિંગ અમે પૂરું કર્યું છે. વેબ-સિરીઝ ‘બૉસ : બાપ ઑફ સ્પેશ્યલ સર્વિસિસ’ જુલાઈમાં રિલીઝ થવાની છે. આ સિવાય પણ મારી પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે.’

karan singh grover television news web series