સિદ્ધુને ફિલ્મસિટીમાં એન્ટ્રી છે, પરંતુ નહીં કરી શકે કામ : અશોક પંડિત

24 February, 2019 09:50 AM IST  |  | મોહર બાસુ

સિદ્ધુને ફિલ્મસિટીમાં એન્ટ્રી છે, પરંતુ નહીં કરી શકે કામ : અશોક પંડિત

નવજોત સિંહ સિદ્ધુ

ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશને સોની એન્ટરટેઇનમેન્ટને અપીલ કરી હતી કે તે નવજોત સિંહ સિદ્ધુને ‘ધ કપિલ શર્મા શો’માંથી દૂર કરે. ત્યાર બાદથી એવી અફવા ફેલાઈ હતી કે સિદ્ધુને ફિલ્મસિટીમાં પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં. આ વિશે અસોસિએશનના પ્રેસિડન્ટ અશોક પંડિતે કહ્યું હતું કે ‘ફિલ્મસિટીમાં તેમને પ્રવેશ મળી શકે છે, તેમની જ્યાં મરજી હોય ત્યાં તેઓ હરીફરી પણ શકે છે; પરંતુ અમારા કર્મચારીઓ અને ટેãક્નશ્યન્સ તેમની સાથે કામ નહીં કરે. આ એક અચોક્કસ પ્રતિબંધ છે.’

આ પણ વાંચો : સલમાન અને સંજય લીલા ભણસાલી 19 વર્ષ બાદ ફરી સાથે કામ કરશે

સાથે જ સલમાન ખાનને પણ આ મામલામાં દરમ્યાનગીરી કરવાનું કહેતાં અશોક પંડિતે કહ્યું હતું કે ‘અમે એ તમામ શોનો વિરોધ કરીશું જેમાં સિદ્ધુએ ભાગ લીધો હોય. અમે ચૅનલની સાથે જ સલમાન ખાનને પણ આ મામલામાં અવગત કરાવ્યા છે. તે ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે. તેઓ એવું કામ નહીં કરે જેનાથી લોકોની લાગણીને ઠેસ પહોંચે.’

navjot singh sidhu mohar basu kapil sharma the kapil sharma show television news