Exclusive:જીમિત ત્રિવેદી દેખાશે આ વેબસિરીઝમાં,ક્લિન બૉલ્ડ લોચો થઈ ગયો

23 September, 2020 02:43 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

Exclusive:જીમિત ત્રિવેદી દેખાશે આ વેબસિરીઝમાં,ક્લિન બૉલ્ડ લોચો થઈ ગયો

ક્લિન બૉલ્ડ લોચો થઈ ગયો (બિહાઇન્ડ ધ સીન્સની તસવીર)

કોરોના (Coronavirus) મહામારીને કારણે ભારત (Indian Government) સરકારે 22 માર્ચના રોજ લૉકડાઉન (Lockdown) જાહેર કર્યું જેને કારણે બધાં જ કામકાજ બંધ કરાવી દેવામાં આવ્યા હતા. જેમાં ટીવી (TV serials) સીરિયલ્સ, ફિલ્મ (Movies) અને વેબસિરીઝ (Web Series)ના શૂટિંગનું કામ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે અનલૉકના પ્રક્રિયા બાદ ધીમે ધીમે શૂટિંગના કામકાજ પણ શરૂ કરવાની સરકારે ગાઇડલાઇન્સ સાથે છૂટ આપી છે ત્યારે ધીમે ધીમે અનેક નવી ફિલ્મો અને વેબસિરીઝનું શૂટ શરૂ થયું છે તો કેટલાક શૂટ પૂરા પણ થઈ ગયા છે. તાજેતરમાં જ વધુ એક વેબસિરીઝનું શૂટ પૂરું કરી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ આ વેબ સિરીઝ ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ કરવામાં આવશે.

આ વેબસિરીઝનું નામ છે ક્લિન બૉલ્ડ લોચો થઈ ગયો. આ વેબસિરીઝમાં જીમિત ત્રિવેદી લીડ રોલમાં જોવા મળશે. આ વેબસિરીઝ સંપૂર્ણ ફેમિલી ડ્રામા પર આધારિત છે. સ્ટોરી કંઇક એ પ્રમાણેની છે કે હીરોના લગ્નના છ દિવસ પહેલા જ હીરો એટલે કે જીમિતને ક્રિકેટ રમતા વાગી જાય છે અને આ અકસ્માત વેવાણ-વેવાઇથી છુપાવવાનો છે. આમ કરવામાં સંપૂર્ણ પરિવાર કેટલા જુગાડ કરે છે તેનો આનંદ પ્રેક્ષકો હસતાં હસતાં માણી શકશે. આ વેબસીરિઝ કુલ છ એપિસોડમાં બનાવવામાં આવી છે. આ વેબસીરિઝનું શૂટિંગ મડમાં કરવામાં આવ્યું છે. પ્લેટિનમ પિક્ચર્સ પ્રૉડક્શન હાઉસ છે. આ શૂટ આમ તો વર્ષા બંગલો અને મનીષા બંગલોમાં કરવામાં આવી છે. હાલ એડિટીંગનું કામકાજ ચાલુ છે એટલે આ વેબસિરીઝ આવતાં મહિના સુધી રિલીઝ થઈ શકે છે. આ વેબ સીરિઝનું શૂટ માત્ર આઠ જ દિવસમાં પૂરું કરવામાં આવ્યું છે. શૂટ દરમિયાન દરેક જરૂરી સાવચેતીઓ રાખવામાં આવી એટલું જ નહીં સરકારની ગાઇડલાઇન્સનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે. વેબ સીરિઝના પ્રૉડ્યુસર ડૉ. ઉદય મોદી છે. સાથે તેઓ આ વેબસીરિઝમાં એક્ટિંગ પણ કરી રહ્યા છે.

આ વેબ સિરીઝમાં જીમિત ત્રિવેદી સાથે વિનીતા જોશી, અનુરાગ પ્રપન્ના, આશિષ ભટ્ટ, પ્રતિમા, ડૉ. ઉદય મોદી, પૂર્વી વ્યાસ, મોના મોખા, નિકુંજ મોદી, પીના જૈન, અજય પારેખ, મનીષા ત્રિવેદી, જીમિત વ્યાસ અને અન્ય કલાકારો જોવા મળશે. આ વેબસીરિઝના ડિરેક્ટર છે સંદીપ નર્વે, તેમજ અક્ષય રાણે DOP તરીકે કામ કરી રહ્યા છે.

web series gujarati film dhollywood news entertainment news jimit trivedi