કિરણકુમારની આગામી ગુજરાતી ફિલ્મ 'બાપ રે'નું ટ્રેલર રિલીઝ

29 December, 2018 08:37 PM IST  | 

કિરણકુમારની આગામી ગુજરાતી ફિલ્મ 'બાપ રે'નું ટ્રેલર રિલીઝ

ફિલ્મ 'બાપ રે'નો એક સીન

કિરણ કુમારની અપકમિંગ ગુજરાતી ફિલ્મ બાપ રેનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મના ઈમોશનલ ટીઝરથી લોકોમાં ઉત્સુક્તા જગાવ્યા બાદ ટ્રેલર પણ રસપ્રદ લાગી રહ્યું છે. બાપ રેના ટ્રેલરમાં કિરણકુમાર એક મદદગાર વ્યક્તિના રોલમાં દેખાઈ રહ્યા છે, જે જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે. પરંતુ અચાનક તેમના જ જીવનમાં મુસીબત આવે છે. આ મુસીબત સામે એક બાપ કેવી રીતે લડે છે તેની સ્ટોરી ટ્રેલરમાં કહેવામાં આવી છે. કિરણ કુમારની સાથે સાથે ફિલ્મમાં રાજુ બારોટ અને નિસર્ગ ત્રિવેદી જેવા જાણીતા ગુજરાતી કલાકારો પણ છે. ફિલ્મના ટ્રેલરમાં કિરણકુમાર અને તેમના મિત્રો એક મિશનને અંજામ આપતા હોય તેવું લાગી રહ્યું છે. જો કે આ મિશન શું છે તે જાણવા માટે તો ફિલ્મ સુધી જ રાહ જોવી પડશે

ફિલ્મની સ્ટોરી એકદમ રસપ્રદ લાગી રહી છે. ફિલ્મમાં સંવેદનશીલ બાપની ભૂમિકા ગુજરાતી ફિલ્મોના વરિષ્ઠ કલાકાર કિરણ કુમારે ભજવી છે. કિણકુમારની સાથે લીડમાં રોનક કામદાર, ક્રીના શાહ, કુમકુમદાસ અને મમતા ચૌધરી છે. ફિલ્મની સ્ક્રીપ્ટ, સ્ટોરી અને સ્ક્રીન પ્લે નિરવ બારોટે લખ્યો છે.

ગુજરાતી ફિલ્મોમાં પોતાની બીજી ઈનિંગમાં કિરણ કુમાર 'ધંત્યા ઓપન' ફિલ્મ કરી ચૂક્યા છે. જે બાદ 'બાપ રે' તેમની બીજી ફિલ્મ છે. ફિલ્મ 'બાપ રે' અમદાવાદ પિક્ચર્સ અને એન્કોરા ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. DFM પ્રોડક્શને પ્રોડક્શન સંભાળ્યું છે.

આ પણ વાંચો: કિરણ કુમારની અપકમિંગ ફિલ્મ 'બાપ રે'નું ટીઝર રિલીઝ

ઉલ્લેખનીય છે કે નિરવ બારોટ આ પહેલા 'થઈ જશે' જેવી સુંદર હિટ ફિલ્મ આપી ચૂક્યા છે. 'થઈ જશે'માં શહેરમાં પોતાનું ઘર ખરીદવા પ્રયત્નો કરતા એક પરિવારની વાત હતી. તેમની આગામી ફિલ્મ 'બાપ રે'નું ટ્રેઇલર પણ એટલું જ પ્રોમિસિંગ લાગી રહ્યું છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થશે.

gujarati mid-day