જાણો કેમ ભવ્યએ નવ ફિલ્મ રિજેક્ટ કર્યા પછી બહુ ના વિચાર સાઇન કરી?

24 April, 2019 12:32 PM IST  |  | સ્પેશ્યલ ફીચર

જાણો કેમ ભવ્યએ નવ ફિલ્મ રિજેક્ટ કર્યા પછી બહુ ના વિચાર સાઇન કરી?

ન્યુ બ્લડ : ‘બહુ ના વિચાર’ના એક સીનના શૂટ પહેલાં રાઇટર-ડિરેક્ટર પાસેથી ગાઇડન્સ લેતો ભવ્ય ગાંધી.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’થી દસ વર્ષ સુધી ઘર-ઘરમાં રાજ કરનારા અને અત્યારે ‘શાદી કે સિયાપે’ સિરિયલથી સૌકોઈને હસાવનારા ભવ્ય ગાંધીની ત્રીજી મે અને શુક્રવારે રિલીઝ થતી ફિલ્મ ‘બહુ ના વિચાર’ તેની બીજી ગુજરાતી ફિલ્મ છે. ‘પપ્પા તમને નહીં સમજાય’થી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકનારા ભવ્યની પહેલી જ ફિલ્મ સુપરહિટ હતી અને એણે દસ કરોડથી પણ વધુનો બિઝનેસ કર્યો હતો. પહેલી ફિલ્મ જ સુપરહિટ થયા પછી ભવ્ય પાસે ફિલ્મોની અનેક ઑફર આવી, જેમાંથી નવની તો સ્ક્રિપ્ટ પણ તેણે વાંચી અને સ્ક્રિપ્ટ વાંચ્યા પછી તેણે ફિલ્મ રિજેક્ટ કરી દીધી; પણ એ પછી તેને ‘બહુ ના વિચાર’ની ઑફર આવી અને નરેશન પછી ભવ્યએ કોઈ પણ જાતની શરત વિના ફિલ્મ સાઇન કરી લીધી. નવ ફિલ્મ રિજેક્ટ કર્યા પછી દસમી ફિલ્મ સ્વીકારવાનું કારણ સમજાવતાં ભવ્ય કહે છે, ‘આ ફિલ્મની વાર્તામાં સચ્ચાઈ છે. એમાં કોઈ દંભ નથી, કોઈ દેખાડો નથી. જો મારું ચાલે તો હું એકેક યંગસ્ટર માટે આ ફિલ્મ જોવી કમ્પલ્સરી કરી નાખું. ફિલ્મમાં કહેવાયેલી એકેક વાત આજના યંગસ્ટર્સનો પ્રશ્ન છે અને સૌથી સરસ વાત એ છે કે એ પ્રfનોની રજૂઆત નથી થઈ, પણ એ પ્રfનોના જવાબ કેવી રીતે મેળવવાના એ પણ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. હું કહીશ કે ફિલ્મ માટે જે ઓનેસ્ટી હતી એ સ્ક્રિપ્ટના એકેક પેજ પર સ્પષ્ટ દેખાતી હતી.’

મજાની વાત એ છે કે આ ફિલ્મ પહેલી વાર ડિરેક્ટર બનતા ફક્ત એકવીસ વર્ષના રુતુલ પટેલની હતી. સિરિયલ અને ફિલ્મોમાં અનેક એક્સ્પીરિયન્સ્ડ ડિરેક્ટર સાથે કામ કરી ચૂકેલો ભવ્ય સ્પષ્ટતા સાથે કહે છે, ‘સ્ક્રિપ્ટ સારી હોય એનાથી કશું નથી થતું, ડિરેક્ટરનું વિઝન પણ તમને દેખાતું હોવું જોઈએ. રુતુલ એકેક સીન જ નહીં, શૉટ્સ માટે પણ એકદમ ક્લિયર હતો અને એની ક્લૅરિટીએ મને આ ફિલ્મ કરવા માટે લિટરરી ઉશ્કેયોર્. આપણે ત્યાં ફૅમિલીની વાતો કરતી અનેક ફિલ્મો આવી છે, પણ ગુજરાતી યંગસ્ટર્સ અને તેમના માઇન્ડસેટની વાત કરવામાં આવી હોય એવું ક્યારેય બન્યું નથી. ટૉપિકનું જે વેરિએશન રુતુલ લઈ આવ્યો એ પણ અદ્ભુત છે.’

‘બહુ ના વિચાર’ની સ્ક્રિપ્ટ પણ ડિરેક્ટર રુતુલ પટેલે જ લખી છે. ત્રીજી મેએ ફિલ્મ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત છ સ્ટેટમાં રિલીઝ થશે.

Bhavya Gandhi entertaintment