કેવી છે ફિલ્મ હેલ્લારો, જાણો સેલેબ્સ પાસેથી...

08 November, 2019 04:05 PM IST  |  Mumbai

કેવી છે ફિલ્મ હેલ્લારો, જાણો સેલેબ્સ પાસેથી...

ફિલ્મ રિવ્યૂઃ હેલ્લારો

પ્રતિક ગાંધી
અભિનેતા પ્રતિક ગાંધીને ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે. પ્રતિકે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું છે કે, "હું હંમેશા માનતો આવ્યો છું કે ફિલ્મ બનાવવી એક આધ્યાત્મિક પ્રક્રિયા છે અને આ ફિલ્મે તે મારા માટે સાબિત કર્યું છે. હેલ્લારો દાદીમાની વાર્તા સાંભળવા જેટલો સારો અનુભવ છે. મે દરેક લાગણી અનુભવી, દરેક પરિસ્થિતિ જીવી અને મને ફિલ્મ ખૂબ જ ગમી. આખી ટીમને શુભેચ્છાઓ."

મિત્ર ગઢવી
છેલ્લો દિવસ ફેમ મિત્ર ગઢવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તમામ લોકોને, જે ગુજરાતી ન જાણતા હોય તેમને પણ જઈને આ ફિલ્મ જોવાની અપીલ કરી છે.

મેહુલ બુચ
અભિનેતા મેહુલ બુચે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફિલ્મના ખૂબ જ વખાણ કર્યા છે. સાથે એ પણ કહ્યું છે કે આ ફિલ્મ તેમની અપેક્ષા કરતા પણ વધારે સારી છે.

કૃણાલ પંડિત
અભિનેતા કૃણાલ પંડિતે પણ દર્શકોની અપીલ કરી છે કે તેઓ ફિલ્મ ખાસ જોવા જાય.

મુકેશ બાવીસી
મુકેશ બાવીસીએ સોશિયલ મીડિયા પર વિગતથી પોસ્ટ મુકી છે અને ફિલ્મના દરેક પાસાના વખાણ કર્યા છે.

શિશિર રામાવત
આહા! – 'હેલ્લારો' ગમી. અતીશય ગમી. થેન્ક ગૉડ! સાચ્ચે, અપેક્ષા સંતોષાવા જેવો આનંદ બીજો એકેય નથી....ફિલ્મ જોયા પછી લેખક શિશિર રામાવતે આવી પ્રતિક્રિયા આપી.

બંસી રાજપૂત
મોન્ટુની બિટ્ટુ ફિલ્મ અને અભિલાષા સીરિયલ ફેમ અભિનેત્રી બંસી રાજપૂતે ફિલ્મ હેલ્લારોને ગુજરાતના ગૌરવ સમી ગણાવી છે.

મીના ઘીવાલા
ગુજરાતી ટીવી ક્ષેત્રે મોટું નામ એવા મીના ઘીવાલાએ હેલ્લારોને માસ્ટરપીસ ગણાવી છે.

Pratik Gandhi Mitra Gadhvi gujarati film dhollywood news