‘છેલ્લો શો’ને ઑસ્કરમાંથી પાછી ખેંચવાની ધમકીઓ મળી હતી મેકર્સને

27 December, 2022 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ગુજરાતી ફિલ્મને ૨૦૨૩ના ઑસ્કરમાં બેસ્ટ ફૉરેન ફિલ્મની કૅટેગરીમાં સિલેક્ટ કરવામાં આવી છે.

‘છેલ્લો શો’ને ઑસ્કરમાંથી પાછી ખેંચવાની ધમકીઓ મળી હતી મેકર્સને

‘છેલ્લો શો’ બનાવનાર ડિરેક્ટર પૅન નલિનને આ ફિલ્મ ઑસ્કરમાંથી પાછી ખેંચવાની ધમકીઓ મળી હતી. આ ગુજરાતી ફિલ્મને ૨૦૨૩ના ઑસ્કરમાં બેસ્ટ ફૉરેન ફિલ્મની કૅટેગરીમાં સિલેક્ટ કરવામાં આવી છે. એથી દેશભરના લોકો માટે ગર્વની બાબત છે. જોકે આ ફિલ્મને લઈને મળતી ધમકીઓ વિશે પૅન નલિને કહ્યું કે ‘અમારી ફિલ્મ રિલીઝ થાય એ અગાઉ ખૂબ જ ખરાબ સાઇબર અટૅક કરવામાં આવ્યો હતો. મારી ટીમને ચેતવણી આપવામાં આવી કે ‘ફિલ્મને ઑસ્કરમાંથી પાછી લેવામાં આવે નહીં તો માઠાં પરિણામ ભોગવવા તૈયાર રહો.’ અમેરિકામાં આ ફિલ્મની સિદ્ધિને સેલિબ્રેટ કરવા અને એને પ્રમોટ કરવાને બદલે અમારે ત્રણથી ચાર અઠવાડિયાં સુધી આ બધી બાબતો સાથે લડવું પડ્યું હતું.’

dhollywood news Pan Nalin Last Film Show Chhello Show