"જૂનાગઢ શેરની બજારમાં" મેશપ સાંભળો પ્રિયંકા ખેરના અવાજમાં

30 December, 2020 08:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

"જૂનાગઢ શેરની બજારમાં" મેશપ સાંભળો પ્રિયંકા ખેરના અવાજમાં

પ્રિયંકા ખેર

સાયબો મારો ગુલાબનો છોડ કે ક્યારે પુરા થશે મનનાં કોડ.. પ્રિયંકા ખેર નો સુમધુર, મીઠો અને હળવો અવાજ આપણાં કાનમાં હજી ગુંજે જ છે ત્યારે ટૂંક જ સમય માં એક બીજું સુંદર મજાનું ગુજરાતી ગીત "જૂનાગઢ શેરની બજારમાં" મેશપ એમની youtube ચેનલ " પ્રિયંકા ખેર" લઈને આવી રહ્યા છે.  

પ્રિયંકા ખેર મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા માં આવેલા પચ્છમ ગામના વતની છે. આ વિસ્તાર ભાલ પ્રદેશ નો એક ભાગ છે જ્યાં તેઓ મોટા થયા એટલે આપણી ગુજરાતી સંસ્કૃતી એમના માં આજે પણ એટલી જ મક્કમ જોવા મળે છે. પ્રિયંકાના અવાજની કુણાશ અને સરળતા તેની ઓળખ છે. સંગીતનો વારસો પ્રિયંકાને તેના માતા-પિતા તરફથી મળ્યો. માતા ગુજરાતી ભજનો અને કીર્તનો સુંદર રીતે ગાતા. નાનપણથી જ સંગીત માં અત્યંત રસ ધરાવતા પ્રિયંકા સ્કૂલ, બાળમંદીર તથા college સ્પર્ધાઓમાં પણ ઇનામ જીતીને લાવતા.

ગોરમા અને સાયબો મારો ગુલાબનો છોડ ગુજરાતી લોકોમાં ખુબ જ પ્રચલિત થયા અને હવે એમના આવનારા ગીત ની એમની કલાના ચાહકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છીએ. આજના ડિજિટલ યુગ માં આપણાં યુવાનોને માતૃભાષા તરફ પાછા આકર્ષવા એ બહુ અઘરી વસ્તુ છે. લોકો અંગ્રેજી તથા બીજી ભાષાઓના ગીતો ખુબ સાંભળે છે પણ પ્રિયંકા ખેર જેવા કલાકારો આટલા સરસ ગુજરાતી ગીતો લઈને આવે છે જેથી નવયુવાનો આપણા માતૃભાષાના ગીતો સાંભળવા તરફ દોરાય છે એ બહુ જ સારી વાત છે. "જૂનાગઢ શેરની બજારમાં" ગીત ના મૂળ રચયિતા છે નયનેશ જાની અને કવિ શ્રી તુષાર શુકલા તથા પાટણથી પટોળા ના મૂળ રચયિતા છે શ્રી અવિનાશ વ્યાસ.

પ્રિયંકા મલ્ટી ટેલેન્ટેડ છે. તેઓ બહુ સારા લિરિક્સ પણ તૈયાર કરી શકે છે. ભવિષ્યમાં તેઓ પોતે લખેલા ગીત ઉપર પણ પર્ફોર્મન્સ કરવા માંગે છે. આવનારા વર્ષો માં એમના પોતાના લખેલા ગીતો આપણા પ્લેલિસ્ટમાં આવે તો એની નવાઈ નહીં. પ્રિયંકા ખેર ઓગસ્ટ ૨૦૧૫ માં યુ.એસમાં આવી ગયા. પ્રિયંકા અને તેનું બેન્ડ અમેરીકા, કેનેડા અને મેક્સિકો માં પણ શૉ કરે છે. તેઓ Priyanka Kher Productions નામની કંપની પણ ચલાવે છે, જે મ્યુઝિક આલ્બમ, શોર્ટ ફિલ્મ, અને એડ્સ બનાવે છે. આ કંપની બનાવવા પાછળ પ્રિયંકા અને નાનપણથી જ લાગેલો ફિલ્મોનો શોખ જવાબદાર હતો. જ્યારે ઘરે ઘરે ટીવી અને ડીટુએચ ન હતા ત્યારે ફળિયામાં આઠ-દસ લોકો સાથે બેસીને તેમણે જોયેલી ફિલ્મો તે ને આજે પણ યાદ છે. તેઓ પોતાની કંપની દ્વારા ભવિષ્યમાં મોટી ફિલ્મ બનાવવાની પણ ઇચ્છા રાખે છે.

dhollywood news