ગુજરાતી યુટ્યુબરે 150 વર્ષ જુની શિવ સ્તુતિ રિક્રિએટ કરી

18 August, 2020 06:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી યુટ્યુબરે 150 વર્ષ જુની શિવ સ્તુતિ રિક્રિએટ કરી

ધારા શાહ

શ્રાવણ મહિનો હોવાથી ચારેય તરફ શિવ ભક્તિનો માહોલ છે. ત્યારે ગુજરાતી યુટયુબર ધારા શાહ (Dhara Shah)એ 150 વર્ષ જુની શિવ સ્તુતિ રિક્રિએટ કરીને યુટયુબ પર ધમાલ મચાવી છે.

આદિ શંકરાચાર્યની 150 વર્ષ જુની શિવ સ્તુતિ સાંભળ્યા પછી ધારા શાહને થયું કે આ શિવ સ્તુતિ રિક્રિએટ કરવી જ જોઈએ. 150 વર્ષ પહેલાં સંસ્કૃતમાં ગવાયેલી આ સ્તુતિમાં શિવની અને શિવ ભક્તિની પ્રશાંસા કરવામાં આવી છે. આ પ્રશંસા કરવા માટે 50 શ્લોક સામેલ કરવામાં આવ્યા છે. આના પરથી પ્રેરણા લઈને ધારા શાહે માત્ર સાત મિનિટમાં આખી સ્તુતિ રિક્રિએટ કરી છે. સંપુર્ણ ગીતનું મેકિંગ માત્ર 15 દિવસમાં કરવામાં આવ્યું છે. આ ગીતને 'શિવાય' નામ આપ્યું છે. જેને શ્રાવણના છેલ્લા સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ભાવનગર પાસે શૂટ કરવામાં આવેલા આ ગીતને એક દિવસમાં 3,000 કરતાં વ્યૂઝ મળ્યાં છે.

ધારા શાહે પિતાના માર્ગદર્શન હેઠળ નવ વર્ષની ઉંમરમાં ગાવાનું શરૂ કર્યું છે. શાસ્ત્રીય સંગીતમાં માસ્ટર્સ કરનાર ધારા ફુલ ટાઈમ યુટયુબર છે. બૉલીવુડના ફ્યુઝનમાં તેની હથોટી છે. એટલું જ નહીં ધારા દર વર્ષે નવરાત્રીમાં પોતાનું એક લોક ગીત રજુ કરે છે.

youtube dhollywood news gujarati film