ગુજરાતી ફિલ્મ ‘લવની લવ સ્ટોરી’ નું ટ્રેલર અને સંગીત થયું રીલિઝ

30 December, 2019 06:05 PM IST  |  Ahmedabad | Adhirajsinh Jadeja

ગુજરાતી ફિલ્મ ‘લવની લવ સ્ટોરી’ નું ટ્રેલર અને સંગીત થયું રીલિઝ

'લવની લવ સ્ટોરી' ફિલ્મનું પોસ્ટર

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં યુવા સ્ટાર કલાકાર એવા પ્રતિક ગાંધી ફરી નવા વર્ષે નવી ફિલ્મ લઇને આવી રહ્યો છે.  પ્રતિક ગાંધી અને દિક્ષા જોશી અભિનીત ફિલ્મ લવની લવ સ્ટોરીનવા વર્ષે 21 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થઇ રહ્યું છે. લવની લવ સ્ટોરી ફિલ્મ દુર્ગેશ તન્નાએ ડિરેક્ટ કરી છે. દુર્ગેશ તન્નાએ આ પહેલા છુટી જશે છક્કાફિલ્મ ડીરેક્ટ કરી છે. મહત્વનું છે કે પ્રતિક ગાંધીની હાલમાં જ ગુજરાતની પહેલી સ્પોર્ટ્સ ફિલ્મ ગુજરાત 11રિલીઝ થઇ હતી. જેમાં તેના અભિનયના વખાણ કરવામાં આવ્યા હતા. ત્યારે તેની વધુ એક ફિલ્મ રિલીઝ થવા જઇ રહી છે.

ફિલ્મનું ટ્રેલર



જાણો, ફિલ્મમાં કોણ છે અન્ય કલાકારો
લવની લવ સ્ટોરીફિલ્મ એક જીવનમાં સંઘર્ષ કરી રહેલ યુવાનની લવ સ્ટોરી પર આધારીત છે. જેમાં પ્રતિક ગાંધી અને દિક્ષા જોશી મુખ્ય ભુમિકામાં છે. તો તેની સાથે વ્યોમા નંદી, હાર્દિક સાંગાણી અને શ્રદ્ધા ડાંગર પણ મહત્વની ભુમિકામાં જોવા મળશે. કરીમ મિનસરીયા અને મનીષ અંદાણીએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે જે 31 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં અવની સોની કાસ્ટીંગ ડિરેક્ટર છે.

પાર્થ ભરત ઠક્કર અને નિરેન ભટ્ટ ફરી ધુમ મચાવવા તૈયાર છે
લવની લવ સ્ટોરી ફિલ્મમાં સંગીત ગુજરાતના જાણીતા યુવા સંગીતકાર પાર્થ ભરત ઠક્કરએ આપ્યું છે અને ગીતો નિરેન ભટ્ટે લખ્યા છે. નિરેન ભટ્ટે આ પહેલા બોલીવુડ અને ગુજરાતની ઘણા જાણીતી ફિલ્મમોમાં કામ આપી ચુક્યા છે. જેમ કે અભિષેક બચ્ચન અને રીષિ કપુરનીઓલ ઇસ વેલ, મેડ ઇન ચાઇના’, ‘બાલાતો વેબ સીરિઝ ઇન સાઇડ એજજ્યારે ગુજરાતી ફિલ્મ બે યાર’ ‘વેન્ટીલેટરજેવી અનેક ફિલ્મમાં ગીતો, સ્ટોરી લખી ચુક્યા છે. જ્યારે પાર્થ ભરત ઠક્કર ગુજ્જુ ભાઇ ધ ગ્રેટ’ ‘દાવ થઇ ગયો’        ‘છેલ્લો દિવસ, સુપર સ્ટાર, લવની ભવાઇ, ગુજ્જુ ભાઇ મોસ્ટ વોન્ટેડ અને શરતો લાગુ જેવી હિટ ફિલ્મોમાં સંગીત આપી ચુક્યા છે.

ફિલ્મના ગીતોનું જ્યુક બોકસ



આ ફિલ્મમાં કુલ પાંચ ટ્રેક છે

ફિલ્મમાં પાંચ ટ્રેક છે. પહેલા ટ્રેક ઘૂમે જાયે રેમાં સિદ્ધાર્થ ભાવસારે કંઠ આપ્યો છે. તો બીજા ટ્રેક મંઝિલમાં કિર્તી સાગઠીયા, આદિત્ય ગઢવી અને સિદ્ધાર્થ ભાવસારે કંઠ આપ્યો છે. ત્રીજા ટ્રેક આસમાનીમાં યાશિતા શર્માએ કંઠ આપ્યો છે. ચોથા ટ્રેક લવ ની લવ સ્ટોરીસમાં આદિત્ય ગઢવી, સિદ્ધાર્થ ભાવસાર અને યાશિતા સિક્કાએ કંઠ આપ્યો છે અને આ ગીત લખ્યું છે આદિત્ય ગઢવીએ. પાંચમા ટ્રેક‌ ઘૂમે જાયે રે રીપ્રાઇઝ માંયાશિતા સિક્કાના કંઠે આપ્યો છે.

dhollywood news gujarati film Pratik Gandhi