સેક્રેડ ગેમ્સ 2માં જોવા મળશે રાધિકા? ચાહકો છે આતુર

28 April, 2019 04:02 PM IST  |  મુંબઈ

સેક્રેડ ગેમ્સ 2માં જોવા મળશે રાધિકા? ચાહકો છે આતુર

સેક્રેટ ગેમ્સ-2માં જોવા મળશે રાધિકા આપ્ટે?

રાધિકા આપ્ટે માટે વર્ષ 2018 ખુબ જ સારું રહ્યું. તેની 2018માં આવેલી ફિલ્મ અંધાધુંધે ભારતીય બોક્સ ઑફિસ પર સારી કમાણી કરી હતી અને હવે તે ચીનમાં પણ કમાલ કરી રહી છે. સાથે જ તેની વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ પણ ખૂબ જ હિટ રહી છે. અને હવે સવાલ છે કે શું તે સેક્રેડ ગેમ્સ પાર્ટ 2નો ભાગ હશે?

સેક્રેડ ગેમ્સમાં RAW એજન્ટ અંજલિ માથુરની ભૂમિકા ભજવનાર આ અભિનેત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે કદાચ તે સીરિઝનો ભાગ હોય શકે છે. શક્યતાઓને તેણે નકારી નહોતી. જો કે સેક્રેડ ગેમ્સમાં રાધિકાના પાત્રને અંતમાં ગોળી મારવામાં આવે છે તેવું બતાવવામાં છે. પરંતુ અંદાજ એવો પણ લગાવવામાં આવી રહ્યો છો કે આગામી સિઝનમાં કદાચ ફ્લેશ બેક હોય અને રાધિકા તેનો ભાગ હોય.

પોતાની ફિલ્મોની હટકે ચોઈસ માટે રાધિકાની હંમેશા પ્રશંસા કરવામાં આવી છે. અને તે સફળ પણ રહી છે. પોતાની ઓન સ્ક્રીન પ્રેઝન્સથી ઑડિયન્સને આકર્ષવામાં રાધિકા હંમેશા સફળ રહી છે.

આ પણ વાંચોઃ આયુષ્યમાનની અંધાધૂનની ચીનમાં ધુઆંધાર કમાણી


સેક્રેડ ગેમ્સમાં નવાઝુદ્દી સીદ્દીકી, સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે હતા. જેની હવે બીજી સિઝન શરૂ થવા જઈ રહી છે. મેકર્સે આ સમાચાર તેમના ઑફિશિયલ પેજ પર જાહેર કર્યા અને હવે ચાહકો તેને લઈને આતુર છે.

radhika apte