Shruti Haasan આ કારણથી ભૂલી શકતી નથી પોતાનો 18મો જન્મદિવસ, જાણો કેમ

28 January, 2021 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Shruti Haasan આ કારણથી ભૂલી શકતી નથી પોતાનો 18મો જન્મદિવસ, જાણો કેમ

શ્રુતિ હાસન

સાઉથ સિનેમા અને બૉલીવુડની સુંદર અભિનેત્રી શ્રુતિ હાસન 28 જાન્યુઆરીએ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. તેમ જ દિગ્ગજ અભિનેતા કમલ હાસની દીકરી છે. શ્રુતિ હાસને ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું અને દર્શકોનું દિલ જીત્યું છે. જન્મદિવસના ખાસ અવસર પર તેમને બૉલીવુડ અને સાઉથ સિનેમાના સ્ટાર્સ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સાથે જ ફૅન્સ પણ તેમના માટે ખાસ પોસ્ટ શૅર કરી રહ્યા છે.

શ્રુતિ હાસન 35 વર્ષની થઈ ચૂકી છે પરંતુ તે પોતાનો 18મો જન્મદિવસ ક્યારે પણ ભૂલતી નથી. તેના 18માં જન્મદિવસ પર પિતા કમલ હાસને તેને એક ખાસ ભેટ આપી હતી. અંગ્રેજી વેબ-સાઈટ હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર કમલ હાસને દીકરી શ્રુતિને તેના 18માં જન્મદિવસ પર કીબૉર્ડ અને કમ્પ્યૂટર આપ્યું હતું. જેથી તે તેના સંગીત પર કામ કરી શકે છે. વેબ-સાઈટ સાથે વાત કરતા અભિનેત્રીએ કહ્યું, મારા 18માં જન્મદિવસ પર મારા પિતાએ મને સંગીત બનાવવા માટે મને પહેલું કીબૉર્ડ અને કમ્પ્યૂટર આપ્યું.

અભિનેત્રીએ આગળ કહ્યું, તે મારા માટે ખૂબ જ ખાસ રહ્યું હતું કારણકે સંગીત મારા માટે એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, મેં તાલીમ, લેખન, ગાયન અને રચના શરૂ કરી. નોંધપાત્ર વાત એ છે કે શ્રુતિ હાસન એક મહાન અભિનેત્રી સિવાય તેજસ્વી ગાયિકા પણ છે. તેમણે ઘણી ફિલ્મોના ગીત માટે પોતાનો અવાજ આપ્યો છે. તેણે સાઉથ સિનેમા અને બૉલીવુડની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે.

વાત કરીએ કલાકાર તરીકે શ્રુતિ હાસનના કરિયરની તો તેમણે બાળ કલાકાર તરીકેની ફિલ્મી કરિયરની શરૂઆથ કરી હતી. પહેલી વાર પિતા કમલ હાસનની ફિલ્મ હે રામમાં નજર આવી હતી. આ ફિલ્મમાં શ્રુતિ હાસને વલ્લભ ભાઈ પટેલની દીકરીનો રોલ કર્યો હતો. ફિલ્મમાં તેનો આ કેમિયો રોલ હતો. ફિલ્મ હે રામ વર્ષ 2000માં આવી હતી.

લીડ એક્ટ્રસ તરીકે શ્રુતિ હાસને પોતાના કરિયરના શરૂઆત વર્ષ 2009માં કરી હતી. તેમ જ ફિલ્મ 'લક'માં નજર આવી હતી. આ ફિલ્મમાં તેમની સાથે ઈમરાન ખાન, સંજય દત્ત, રવિ કિશન અને મિથુન ચક્રવર્તી સહિત ઘણા સેલેબ્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જોકે શ્રુતિ હાસનની આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કંઈક કમાલ કરી શકી નથી. આ દિવસોમાં તે પોતાની 'ધ પાવર'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા વિદ્યુત જામવાલ મુખ્ય ભૂમિકામાં છે.

shruti haasan bollywood bollywood news entertainment news kamal haasan