ટોટલ ટાઇમપાસ: ઊંઘવાના પૈસા મળે છે કીર્તિ કુલ્હારીને, રેડ-હૉટ પ્રિયંકા

14 March, 2021 02:37 PM IST  |  Mumbai | Agencies

ટોટલ ટાઇમપાસ: ઊંઘવાના પૈસા મળે છે કીર્તિ કુલ્હારીને, રેડ-હૉટ પ્રિયંકા

ટોટલ ટાઇમપાસ: ઊંઘવાના પૈસા મળે છે કીર્તિ કુલ્હારીને, રેડ-હૉટ પ્રિયંકા

કીર્તિ કુલ્હારી સેટ પર જઈને સૂઈ જાય છે. જોકે તેને રોલ જ એવો મળ્યો છે કે તેને ઊંઘવાનું હોય છે. તેણે પોતાનો ફોટો શૅર કર્યો છે જેમાં તે સોફા પર સૂઈ ગઈ છે. તેણે પિન્ક આઉટફિટ પહેર્યાં છે. ફોટોમાં ચહેરો નથી દેખાતો, પરંતુ તેની પીઠ દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કીર્તિએ કૅપ્શન આપી છે, ‘તમે જ્યારે કામ પર જાઓ અને તમારે ત્યાં જઈને સૂઈ જવાનું હોય.’

હાથી મેરે સાથી લોકોને થિયેટર સુધી ખેંચી લાવવા સક્ષમ છે?

રાણા દગુબટ્ટીનું કહેવું છે કે મારી આવનારી ફિલ્મ ‘હાથી મેરે સાથી’ લોકોને થિયેટર સુધી ખેંચી લાવવાની તાકાત ધરાવે છે. રાણા આ ફિલ્મમાં બનદેવનું પાત્ર ભજવી રહ્યો છે. તે પોતાની લાઇફ જંગલમાં જ પસાર કરે છે અને એના રક્ષણ માટે તે સમર્પિત છે. આ ફિલ્મ ૨૬ માર્ચે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં પુલકિત સમ્રાટ, શ્રિયા પિળગાવકર અને ઝોયા હુસેન લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ કેરલા અને થાઇલૅન્ડનાં ગાઢ જંગલોમાં કરવામાં આવ્યું છે. ફિલ્મને લઈને રાણાએ કહ્યું કે ‘ફિલ્મ ‘હાથી મેરે સાથી’ની સ્ટોરી આત્માના લગાવની છે. ફિલ્મમાં ઊંડાણપૂર્વકનાં ઇમોશન્સ અને જે અત્યાચાર છે એનો મોટી સ્ક્રીન પર જ અનુભવ લઈ શકાય. સાઉથની ઇન્ડસ્ટ્રીની અન્ય ફિલ્મોની જેમ જ મને લાગે છે કે અમારી ફિલ્મમાં એટલી તો ક્ષમતા છે કે તે હિન્દી દર્શકોને થિયેટર્સમાં લઈ આવશે.’

મન્કી મૅન દ્વારા ઇન્ટરનૅશનલ ઇન્ડસ્ટ્રીમાં સિકંદરની એન્ટ્રી

સિકંદર ખેર ‘મન્કી મૅન’ દ્વારા વર્લ્ડ સિનેમામાં પ્રવેશ કરવાનો છે. બ્રિટિશ-ઇન્ડિયન ઍક્ટર દેવ પટેલ આ ફિલ્મ મારફત ડિરેક્શનમાં ઊતરશે. સિકંદરે અત્યાર સુધી ‘વુડસ્ટૉક વિલા’, ‘ખેલેં હમ જી જાન સે’, ‘પ્લેયર્સ’, ‘ઔરંગઝેબ’ અને ‘તેરે બિન લાદેન ઃ ડૅડ ઑર અલાઇવ’માં કામ કર્યું હતું. ફિલ્મમાં સોભિતા ધુલીપાલ અને ‘ચેપી’નો શેરિટો કોપ્લી પણ જોવા મળશે. આ ફિલ્મ ૨૦૨૨માં વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. દેવ પટેલ એક એવા કેદીનો રોલ ભજવે છે જે જેલમાંથી બહાર આવીને તેને પરેશાન કરનારા લોકો સામે બદલો લે છે. ફિલ્મમાં મૉડર્ન ઇન્ડિયાની સાથે પૌરાણિક કથાને પણ દેખાડવામાં આવશે. દેવ પટેલ સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સિકંદર ખેરે કૅપ્શન આપી હતી, ‘ઇન્ડોનેશિયામાં છેલ્લા ચાર મહિનાથી હું આ જ કરી રહ્યો હતો.’

‘સે નો ટુ બૉલીવુડ’નો ટ્રેન્ડ શરૂ કર્યો સુશાંત સિંહની બહેન પ્રિયંકાએ

સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ ‘સે નો ટુ બૉલીવુડ’ ટ્રેન્ડમાં જોડાઈ ગઈ છે. સુશાંતે ગયા વર્ષે ૧૪ જૂને સુસાઇડ કર્યું હતું. તેનું મૃત્યુ તેની ફૅમિલી, ફ્રેન્ડ્સ, ફિલ્મજગત અને તેના ફૅન્સ માટે શૉકિંગ હતું. તેના નિધનનું ખરું કારણ જાણવાની હજી સુધી તપાસ ચાલી રહી છે. સોશ્યલ મીડિયામાં પણ તેને ન્યાય મળે એ દિશામાં સૌકોઈ આગળ આવ્યા છે. એવામાં ટ્વિટર પર સુશાંતની બહેન પ્રિયંકા સિંહે ટ્વીટ કર્યું હતું કે ‘સે નો ટુ બૉલીવુડ... મને મારો ભાઈ પાછો જોઈએ છે.’

રેડ-હૉટ પ્રિયંકા

પ્રિયંકા ચોપડા જોનસ રેડ આઉટફિટમાં ખૂબ સુંદર અને હૉટ દેખાઈ રહી છે. તે નિક જોનસના મ્યુઝિક વિડિયો ‘સ્પેસમૅન’માં તેની લેડી લવ બની છે. પ્રિયંકાએ આ વિડિયોના પોતાના લુકના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. વિડિયોમાં દેખાડવામાં આવે છે કે નિક એલિયનની ધરતી પર એકલોઅટૂલો પડી જાય છે. જોકે તેની લેડી લવ સાથે જોડાયેલી યાદો તેને આગળ વધવામાં મદદ કરે છે. ‘સ્પેસમૅન’ બનાવવા પાછળની પ્રેરણા નિકને લૉકડાઉનને કારણે મળી હતી. તેનું કહેવું હતું કે લૉકડાઉન દરમ્યાન તેમણે સાથે સમય પસાર કર્યો હતો. જોકે પ્રિયંકાને કામ પર જવાની જરૂર પડી હતી. એ વખતે નિક પોતાને એકલો અને દુનિયાથી અળગો અનુભવતો હતો. પ્રિયંકા જ્યારે પાછી આવી ત્યારે તેને આશા જાગી અને ખુશી થઈ. આ રીતે ‘સ્પેસમૅન’નો જન્મ થયો હતો.

ક્વૉલિટી ટાઇમ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હાલમાં ક્વૉલિટી ટાઇમ પસાર કરતાં જોવા મળ્યાં હતાં. બન્ને સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે. પોતાની લાઇફની અગત્યની મોમેન્ટ્સને તેઓ પોતાના ફૅન્સ સાથે શૅર કરતાં રહે છે. રણવીરે જે ફોટો શૅર કર્યો છે એમાં તેણે ગ્રીન હુડી અને ચશ્માં પહેર્યાં છે અને દીપિકાએ ગ્રે આઉટફિટ પહેર્યું છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રણવીરે કૅપ્શન આપી હતી, ‘peek-a-boo.’

કોવિડ‍-પૉઝિટિવ થતાં તેના સંપર્કમાં આવેલાઓને ટેસ્ટ કરાવવાની સલાહ આપી આશિષ વિદ્યાર્થીએ

આશિષ વિદ્યાર્થી કોરોના-પૉઝિટિવ થતાં તેના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. આશિષ હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. આશિષ વિદ્યાર્થીએ કોરોના થયો હોવાની માહિતી આપતો એક વિડિયો શૅર કર્યો છે. વિડિયોમાં આશિષ કહી રહ્યો છે કે ‘મારી તબિયત ઠીક નહોતી લાગતી એટલે મેં કોરોનાની ટેસ્ટ કરાવી અને રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હું હવે ટ્રીટમેન્ટ માટે દિલ્હીની હૉસ્પિટલમાં જઈ રહ્યો છું. મારા સંપર્કમાં જે લોકો આવ્યા છે તેમને મારી સલાહ છે કે તેઓ જાતે ટેસ્ટ કરાવી લે. વેલકમ ટુ રિયલ લાઇફ. કાળજી લો. થૅન્ક યુ.’
આ વિડિયોને ટ્વિટર પર શૅર કરીને આશિષ વિદ્યાર્થીએ ટ્વીટ કર્યું હતું, ‘આ વસ્તુ પૉઝિટિવ મારે નહોતી જોઈતી. હું કોવિડ-પૉઝિટિવ છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા હતા તેઓ પ્લીઝ ટેસ્ટ કરાવી લે.’

OK કમ્પ્યુટરનું મારું પાત્ર ટેક્નૉલૉજીના મહત્ત્વ સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખે છે : જૅકી શ્રોફ

જૅકી શ્રોફ કહે છે કે તેની સાયન્સ-ફિક્શન કૉમેડી સિરીઝ ‘Ok કમ્પ્યુટર’નું તેનું પાત્ર ટેકનૉલૉજીને તો મહત્ત્વ આપે જ છે, પરંતુ સાથે જ પર્યાવરણને કોઈ નુકસાન ન થાય એનું પણ ધ્યાન રાખે છે. ૬ એપિસોડની આ સિરીઝ ડિઝની+હૉટસ્ટાર પર ૨૬ માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મને આનંદ ગાંધીએ કો-પ્રોડ્યુસ કરી છે અને નીલ પાગેદાર અને પૂજા શેટ્ટીએ ડિરેક્ટ કરી છે. આ શોમાં જૅકી સાથે રાધિકા આપ્ટે, વિજય વર્મા, રસિકા દુગ્ગલ અને કની કસ્તુરી પણ જોવા મળશે. આ સિરીઝની પ્રશંસા કરતાં જૅકી શ્રોફે કહ્યું કે ‘હું આ સિરીઝ અને મારા રોલ તરફ ખૂબ આકર્ષાયો હતો. મને એવું લાગ્યું કે મારે કદાચ પાંદડાં અને ફૂલોમાંથી બનાવેલાં કપડાં પહેરવાનાં રહેશે. જોકે ક્રીએટિવ ટીમે મને સલાહ આપી કે કેટલાક પાર્ટમાં મારે ઉઘાડા રહેવાનું રહેશે અને મેં એને મારા કૅરૅક્ટરની અંદર સમાવી લીધું હતું. મારું પાત્ર પુષ્પક ટેક્નૉલૉજીની જરૂરિયાતને તો સમજે છે, પરંતુ પર્યાવરણને નુકસાન થાય એ ભોગે નહીં. ટેકનૉલૉજીની સાથે લોકોમાં આવનારી પેઢી માટે સજાગતા પણ ફેલાવવામાં આવશે. મારા પાત્રને ભજવવામાં મેં ખરેખર ખૂબ એન્જૉય કર્યું હતું. એનું પૂરું શ્રેય મારા ટેક્નિશ્યન્સ અને ખાસ કરીને ડિરેક્ટર્સને જાય છે.’

bollywood bollywood news bollywood gossips kirti kulhari entertainment news