પટેલ કી પંજાબી શાદી ફિલ્મને 3 વર્ષ થતાં એક્ટર અને પ્રૉડ્યુસરે કહી આ વાત

15 September, 2020 06:10 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

પટેલ કી પંજાબી શાદી ફિલ્મને 3 વર્ષ થતાં એક્ટર અને પ્રૉડ્યુસરે કહી આ વાત

પટેલ કી પંજાબી શાદી ફિલ્મને 3 વર્ષ થતાં એક્ટર અને પ્રૉડ્યુસરે કહી આ વાત

બોલીવુડ ફિલ્મ પટેલ કી પંજાબી શાદીને આજે 3 વર્ષ પૂર્ણ થયાં. આ ફિલ્મ 2017માં રિલિઝ થઈ હતી જ્યારે આજે આ ફિલ્મને 3 વર્ષ પૂરા થયા છે. ત્યારે ફિલ્મ પ્રોડ્યુસર ભરત પટેલ અને એક્ટ્રેસ પાયલ ઘોષે ઋષિ કપૂરને યાદ કર્યા છે. અને મિડ ડે ડૉટ કોમ સાથે તેમણે તેમની સાથે બનેલા ઘણા કિસ્સા તાજા કર્યા છે.

ફિલ્મ પ્રોડ્યુસર ભરત મિડ ડે ડોટ કોમ સાથે વાતચીત કરતાં જણાવે છે કે કે ઋષિ કપૂર એક પરિપક્વ એક્ટર અને એક સારા ડિરેક્ટર હતા. મારે તેમની સાથે પરિવાર જેવો સબંધ હતો. અને તે હંમેશા મારા એક સારા મિત્ર અને સલાહકાર રહ્યા છે. ઋષિ કપૂર સાથે મેં 2017માં ફિલ્મ બનાવી હતી પરંતુ હું તેમનો ચાહક પહેલેથી જ હતો. 1976માં સરગમ ફિલ્મ આવી હતી અને ત્યારે હું 20 વર્ષનો હતો અને એક અઠવાડિયા માટે હું તે ફિલ્મ મિલન ટૉકીઝમાં લાવ્યો હતો. અને ત્યારબાદ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ઋષિ કપૂર સાથે કામ કરીશ અને અમારા સબંધ એક પરિવાર જેવા બનશે. મને ઋષિ કપૂર હંમેશાં કહેતા કે કોઈ પણ ફિલ્મ દુલ્હન જેવી છે તેમને સમયસર વિદાય આપી દેવાની અર્થાત કે કોઈ પણ ફિલ્મને સમયસર રિલીઝ કરી દેવાની નહિ તો હંમેશા માટે પસ્તાવો રહે. ફિલ્મને સમયસર રિલીઝ કરવું તે બોલીવુડમાં ખૂબ મહત્વનું છે.

ત્યારબાદ ભરત પટેલ બીજો કિસ્સો શૅર કરતાં કહે છે કે જ્યારે અમે પટેલ કી પંજાબી શાદી ફિલ્મનાં શૂટિંગની શરૂઆત કરી ત્યારે ઘરની અંદર એક હીચકાનો સીન હતો અને ઋષિ કપૂર હીચકા પર જેવા બેસે છે અને હીચકો તૂટી જાય છે. એટલે સેટ પર સૌ કોઈ લોકો ગભરાઇ ગયા. અને ત્યારબાદ સૌ કોઈને હતું કે ઋષિ કપૂર ગુસ્સે થશે પરંતુ તેમણે હસતાં હસતાં સરસ વાત કહી કે કોઈ વાંધો નહીં, આવું તો સેટ પર ચાલ્યા કરતું હોય છે. બહુ ધ્યાનમાં નહિ લેવાનું.

જ્યારે અમારી ફિલ્મનું કલાઈમેક્સનું શૂટિંગ ચાલતું હતું અને હવે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું. અને હું કામની વ્યસ્તતાને કારણે સેટ પર જઈ શકયો ન હતો. એક બાજુ ફિલ્મસિટીમાં અમારી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું અને રાતના 12 ઉપર થઈ ગયા હતા. તે વખતે ઋષિ કપૂરે એ કહ્યું કે જ્યાં સુધી ભરત નહિ આવે ત્યાં સુધી ઘરે નહિ જઈશ. ત્યારબાદ હું સેટ પર ગયો અને તે મને મળ્યા અને કહ્યું કે આપણી ફિલ્મનું કલાઈમેક્સનું શૂટ પૂર્ણ થઈ ગયું. અને હવે ફિલ્મ જલ્દીથી જલ્દી રિલિઝ કરજે અને તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ વાત કહ્યા બાદ જ તે સેટ પરથી ઘરે જવા માટે નીકળ્યા.

આ ફિલ્મની એક્ટ્રેસ પાયલ ઘોષ વાતચીત કરતાં જણાવે છે કે ઋષિ કપૂર સાથે ત્યારે પહેલી વખત કામ કરી રહી હતી અને હું બોલીવુડમાં નવી હતી. ત્યારે તે એક સિનિયર એક્ટર તરીકે મારી સાથે એક ખૂબ જ સારું એવું વર્તન કરતાં આ કારણે કોઈ પણ નવા વ્યક્તિનો આત્મવિશ્વાસ વધી જતો હોય છે. અમારે અવારનવાર શૉ અને ઇવેંટ્સમાં મળવાનું પણ થતું. ઋષિ કપૂર સાથે મારે બાપ-દીકરી જેવો સબંધ હતો. અને જ્યારે ફિલ્મનુ શૂટિંગ શરૂ થયું ત્યારે પણ મારી હંમેશાં સંભાળ રાખી છે. અને માર્ગદર્શન આપ્યું છે. જ્યારે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું ત્યારે મને ડર હતો કે ઋષિ સરને મારું કામ ગમ્યું હશે કે નહિ પરંતુ જ્યારે શૂટિંગ પત્યું ત્યારે મારી પાસે આવ્યા અને માથા પર હાથ મૂકીને કહ્યું કે બેટા તારી સાથે કામ કરીને સારું લાગ્યું અને મને આગળ વધવા માટે પણ આશીર્વાદ આપ્યા.

ઋષિ કપૂર પટેલ કી પંજાબી શાદી ફિલ્મમાં ગુગી ટંડનના કિરદારમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ કૉમેડી અને ફેમિલી ડ્રામા છે. આ ફિલ્મને સંજય છેલ એ ડિરેક્ટ કરી છે. જ્યારે ભોલેનાથ મૂવીઝ અને ભરત પટેલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

bollywood bollywood news bollywood gossips rishi kapoor