14 વર્ષ બાદ હેમા માલિનીને મળ્યો આ ફોટો, જાણો શું છે ખાસ...

07 November, 2020 07:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

14 વર્ષ બાદ હેમા માલિનીને મળ્યો આ ફોટો, જાણો શું છે ખાસ...

ફાઈલ ફોટો

છેલ્લા ચાર દશકથી 150થી વધુ ફિલ્મોમાં કામ કરનાર ડ્રીમ ગર્લ હેમામાલિનીએ તેમના ફિલ્મી કરિયરની શરૂઆત 1968માં રાજ કપૂર સાથે 'સપનોં કે સોદાગર'થી કરી હતી. છેલ્લા 14 વર્ષથી એક ફોટો શોધી રહ્યા હતા જે તેમને આખરે મળ્યો છે.

સપનો કે સોદાગર પહેલાં તેમણે એક તમિળ મેગેઝીન માટે ખાસ ફોટોશૂટ કરાવ્યું હતું. હેમા માલિની અંદાજે 55 વર્ષ જૂના આ ફોટોને તેમની બાયોગ્રાફીમાં સામેલ કરવા ઇચ્છતા હતા, પરંતુ તે સમયે તેમને આ ફોટો મળ્યો નહોતો. શનિવારે જ્યારે આ ફોટો મળ્યો તો તેઓ ખુદને આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા અટકાવી શક્યા નહીં.

તેમણે ઈન્ટાગ્રામમાં પોસ્ટ લખી કે, 'હું ઘણા વર્ષોથી આ ખાસ ફોટો શોધી રહી હતી. આ એક તમિળ મેગેઝીન માટે ખાસ ફોટોશૂટ કરવામાં આવ્યું હતું જેનું મને નામ યાદ નથી પણ મને એટલું યાદ છે કે AVM સ્ટુડિયોમાં તેનું શૂટિંગ થયું હતું. રાજ કપૂર સાહેબ સાથે સપનોં કા સોદાગરમાં ડેબ્યુ કર્યા પહેલાં, તે સમયે મારી ઉંમર 14 કે 15 વર્ષ હશે. હું મારી બાયોગ્રાફી 'બિયોન્ડ ધ ડ્રીમગર્લ'માં આ સામેલ કરવા ઇચ્છતી હતી જ્યારે રાઇટર રામ કમલ મુખર્જી તેને લખી રહ્યા હતા. પરંતુ દુઃખની વાત એ છે કે અમને ત્યારે ફોટો ન મળ્યો. આખરે હવે આ ફોટો મળ્યો માટે હું ઘણી ખુશ છું અને હવે હું આ તમારી સાથે શેર કરી રહી છું.

hema malini bollywood instagram