BHUJ: THE PRIDE OF INDIA, કચ્છ મહિલાઓની શોર્યગાથા પર બનશે ફિલ્મ

19 March, 2019 05:07 PM IST  | 

BHUJ: THE PRIDE OF INDIA, કચ્છ મહિલાઓની શોર્યગાથા પર બનશે ફિલ્મ

BHUJ:PRIDE OF INDIAની જાહેરાત

બોલીવૂડ સ્ટાર અજય દેવગણ અને અભિષેક દુધિયા ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાની ફિલ્મની જાહેરાત કરી છે. કચ્છની 300 જેટલી મહિલાઓની શોર્ય ગાથા દર્શાવતી આ ફિલ્મ અભિષેક દુધિયા ડિરેક્ટ કરશે. આ ફિલ્મ 1971માં થયેલા ભારત-પાકિસ્તાનના યુદ્ધ પર આધારિત હશે. 1971માં થયેલા યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો.

જો કે આ યુદ્ધ દરમિયાન ગુજરાતમાં એક શાનદાર ઘટના બની હતી. યુદ્ધ દરમિયાન જ્યારે પાકિસ્તાની એરફોર્સે કચ્છના માધાપર ખાતે આવેલ ભારતીય એરફોર્સના રનવેને નેસ્તનાબૂદ કરી દીધો હતો, ત્યારે સ્થાનિક મહિલાઓએ શૌર્ય બતાવ્યું હતું. એરફોર્સના વિંગ કમાન્ડર વિજય કર્ણિક સાથે મળીને માધાપરની મહિલાઓએ માત્ર ત્રણ જ દિવસમાં તૈયાર કરીને ભારતીય એરફોર્સને બહુ મોટી મદદ કરી હતી.

આ ફિલ્મમાં અજય દેવગણ વિંગ કમાન્ડર વિજય કાર્ણિકની ભૂમિકા ભજવશે. ગુજરાતના કચ્છ માધાપુરના મહિલાઓની શોર્ય ગાથાને દેશભરમા વખાણવામાં આવી હતી અને આ મહિલાઓની યાદમાં સ્મતિ સ્મારક બનાવવામાં આવ્યું હતું.

ajay devgn kutch