છીછોરેને થયું એક વર્ષઃ સુશાંતની છેલ્લી ફિલ્મે ભણાવ્યા હતા જીવનના પાઠ

07 September, 2020 01:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છીછોરેને થયું એક વર્ષઃ સુશાંતની છેલ્લી ફિલ્મે ભણાવ્યા હતા જીવનના પાઠ

ફાઈલ ફોટો

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની થિયેટરમાં રિલીઝ થયેલી છેલ્લી ફિલ્મ છીછોરેને આજે એક વર્ષ પુરુ થયું છે. સુશાંતની આ સૌથી વધુ કમાણી કરનારી પણ ફિલ્મ હતી. આ ફિલ્મમાં જિંદગી જીવવાના પાઠ સુશાંતે ભણાવ્યા હતા.

મટેરિયલિસ્ટિક સફળતાઓ માટે કોઈએ પોતાનો જીવ ન ગુમાવો જોઈએ તે કન્સેપ્ટના આધારે આ ફિલ્મ બનાવવામાં આવી હતી. સુશાંતનું 14 જૂને નિધન થયું તે વખતે આ ફિલ્મના ડાયલોગ્સ ખૂબ જ વાયરસ થયા હતા.

ફિલ્મે પહેલા જ દિવસે રૂ.7.3 કરોડનો બિઝનેસ કર્યો હતો. ભારતમાં રૂ.154 કરોડ અને વૈશ્વિક ધોરણે રૂ.215 કરોડની કમાણી આ ફિલ્મે કરી હતી. નિતેશ તિવારીએ ડાયરેક્ટર કરેલી આ ફિલ્મમાં હૉસ્ટલ નં.3 અને નં.4 વચ્ચેનો ઝઘડો બતાવ્યો છે, જે IIT BOMBAYની સાચી ઘટના ઉપર આધારિત છે. 90ના દાયકામાં તે હૉસ્ટલ નં.4માં રહેતા હતા, જેના આધારે સ્ટોરી બનાવવામાં આવી હતી.

ફિલ્મની અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ઈન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો પણ શૅર કર્યો હતો.

મુવીમાં અલગ અલગ સ્પોર્ટ્સની ટ્રેનિંગ આપવા માટે પ્રોફેશનલ કોચ અને પ્લેયર્સની નિમણૂક કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ મુવીનું થીમ સૉન્ગ 9 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થયુ હતું. તાહિર રાજ ભસીન સિગરેટ નથી પીતા પરંતુ ફિલ્મમાં તે ચેઈન સ્મોકર બન્યા હતા. પ્રોડક્શન હાઉસે તેમના માટે તુલસીના પાન અને ગ્રીન ટીની સિગરેટ બનાવી હતી.

ફિલ્મના અમૂક સિન્સ બોમ્બે આઈઆઈટીમાં જ શૂટ કરવામાં આવ્યા હતા. ફિલ્મમાં ઘણા ડાયલોગ હતા જે વાયરલ થયા હતા, જેમ કે- તમારુ રિઝલ્ટ નક્કી નથી કરતું કે લૂઝર છો કે નહીં પણ તમારા પ્રયત્નો ડીસાઈડ કરે છે, સફળતા પછીના પ્લાન બધા પાસે છે પરંતુ ભૂલથી ફેલ ગયા તો ફેલિયર સાથે કેવી રીતે ડિલ કરવું એની કોઈને વાત જ નથી કરવી, આપણે હાર-જીત-ફેલિયરમાં એટલા ઉંડા ઉતરી ગયા છીએ કે જિંદગી જીવવાનું ભૂલી ગયા છીએ....જીવનમાં કંઈ અત્યંત મહત્વનું હોય તો તે પોતે જીવન જ છે. 

sushant singh rajput shraddha kapoor