18 April, 2013 03:21 AM IST |
‘જિસ્મ ૨’ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પદાર્પણ કરનારી સની એકતા કપૂરની આગામી ફિલ્મ ‘રાગિણી એમએમએસ ૨’માં જોવા મળશે. તાજેતરમાં એક મુલાકાતમાં તેણે કહ્યું હતું કે ‘આ ઇન્ડસ્ટ્રીનો ભાગ બનીને મારું સપનું પૂરું થયુ હોય એવું લાગે છે. લોકો મને અપનાવી રહ્યા છે અને હું ટીનેજરોથી માંડીને વયોવૃદ્ધોમાં પણ લોકપ્રિય થઈ રહી છું જેને લીધે મને આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું ગમે છે. મને સારી ફિલ્મોની ઑફર થઈ રહી છે જે કારણે હું પોતાને લકી માનું છું.’