"સોનચિડિયા"ની ટીમે ધોયા વગરના કપડામાં જ કર્યું આખી ફિલ્મનું શૂટિંગ

15 January, 2019 05:17 PM IST  | 

"સોનચિડિયા"ની ટીમે ધોયા વગરના કપડામાં જ કર્યું આખી ફિલ્મનું શૂટિંગ

સોનચિડિયા

હાલમાં જ રિલીઝ થયેલ "સોનચિડિયા"નું ટ્રેલર ઘણું પસંદ કરાઈ રહ્યું છે, સાથે જ ટ્રેલરમાં દેખાતાં મધ્ય ભારતનો દેહાતી લુક ચર્ચાનો વિષય બન્યો છે. પાત્રને પ્રત્યેકરૂપે વાસ્તવિક બનાવી રાખવા માટે, ફિલ્મની આખી સ્ટારકાસ્ટે માત્ર એક પોશાકમાં જ ફિલ્મની આખી શૂટિંગ પૂરી કરી છે. તેનાથી વધુ રસપ્રદ બાબત એ છે કે બધાં કપડાંમાં નિરંતરતા અને પ્રમાણિકતા જાળવી રાખવા માટે કપડાં પણ ધોવા માટે મોકલવામાં આવ્યા નહીં.

જેમ જેમ ફિલ્મ આગળ વધતી ગઈ, કપડાં વધારે મેલા અને ખરાબ થતાં ગયાં, પણ, સોનચિડિયાની ટીમ એક જ પોશાકનો ઉપયોગ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી, આ તેમને એક યથાર્થવાદી અનુભવ આપી રહી હતી અને તમને એવો અનુભવ થશે કે અભિનયકર્તાઓએ પોતાનું પાત્ર ભજવવામાં કોઈ પણ ઉણપ રાખી નથી.

સોનચિડિયામાં 1970ના દશકમાં બનેલી સ્ટોરી જોવા મળશે જેમાં એક નાનું શહેર ડાકુઓના શાસન અને પ્રભુત્વમાં દેખાશે. એટલું જ નહીં, એહીં સત્તા મેળવવા માટે ઘણાં જૂથો સંઘર્ષની લડાઈ લડતાં દેખાશે. ત્યાં, ફિલ્મની થીમને ધ્યાનમાં રાખતાં સ્ટારકાસ્ટ ઈન્ટેન્સ અવતારમાં દ્ખાશે જેની ઝલક હાલમાં જ રિલીઝ થયેલાં ટ્રેલરમાં જોવા મળી.

મુખ્ય ભૂમિકામાં સુશાંત સિંહ રાજપીત, ભૂમિ પેડનેકર, મનોજ વાજપેયી, પણવીર શોરે અને આશુતોષ રાણા અભિનિત, સોનચિડિયામાં ડાકૂના યુગ પર આધારિત છે જેમાં એક દેહાતી અને કટ્ટર સ્ટોરી પ્રસ્તુત કરવામાં આવશે.

અભિષેક ચોબે દ્વારા દિગ્દર્શિત સોનચિડિયામાં ધમાકેદાર એક્શનની ભરમાર થશે. ફિલ્મમાં મધ્ય ભારતના ડાકૂઓના શાનદાર ગૌરવની ઝલક જોવા મળશે.

મધ્યપ્રદેશના ઘાટ વિસ્તારમાં બનાવાયેલી આ ફિલ્મ, સોનચિડિયામાં શાનદાર કલાકારોના ટોળા સાથે એક રસપ્રદ સ્ટોરી દર્શકો સામે રજૂ કરવામાં આવશે.

'ઉડતા પંજાબ' અને 'ઈશ્કિયા' જેવી સ્ટોરીઓ સાથે દર્શકોનું મનોરંજન કરાવી ચૂકેલા ડિરેક્ટર અભિષેક ચૌબે હવે પોતાની આગામી ફિલ્મ સોનચિડિયાની સાથે ચંબલની સ્ટોરી સાથે લોકો સામે રજૂ થશે.

આ પણ વાંચો : શું 'સોનચિડિયા'માં મનોજ વાજપેયીનું પાત્ર ડાકૂ માનસિંહથી પ્રેરિત છે?

દર્શકોનું મનોરંજન કરવા માટે સોનચિડિયા તૈયાર છે અને 8 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.

manoj bajpayee