હું કૉમેડી સારી કરી શકું છું : સોનમ કપૂર આહુજા

30 August, 2019 11:38 AM IST  |  મુંબઈ

હું કૉમેડી સારી કરી શકું છું : સોનમ કપૂર આહુજા

હું કૉમેડી સારી કરી શકું છું : સોનમ કપૂર આહુજા

સોનમ કપૂર આહુજાનું માનવું છે કે તે કૉમેડી સારી રીતે કરી શકે છે. તેના માટે કૉમેડી કરવી સરળ છે. વિવિધ પ્રકારની ફિલ્મો વિશે સોનમે કહ્યું હતું કે ‘મને અલગ-અલગ વિષયોને દેખાડતી ફિલ્મોમાં કામ કરવું ગમે છે. એથી મારી છેલ્લી કેટલીક ફિલ્મો ‘વીરે દી વેડિંગ’, ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’, ‘પૅડમૅન’, ‘સંજુ’, ‘ખૂબસૂરત’ અને ‘નીરજા’ અલગ વિષય પર હતી. હું લકી છું કે ડિરેક્ટર્સે આ ફિલ્મોના રોલ્સ માટે મારી પસંદગી કરી હતી. મને લાગે છે કે કૉમેડી ફિલ્મોમાં હું મારું બેસ્ટ આપી શકું છું. જોકે દર્શકોને લાગે છે કે મેં ‘રાંઝણા’ અને ‘નીરજા’માં સારું કામ કર્યું હતું. હું કયા પ્રકારની ફિલ્મોમાં બંધ બેસું છું એની મને જાણ નથી, પરંતુ હું કૉમેડી કરવાને ખૂબ એન્જૉય કરું છું. મને નથી લાગતું કે એવી ફિલ્મો હાલમાં બની રહી હોય કે જેની સ્ટોરી બિન્ધાસ્ત અને કૉમેડીવાળી હોય.’

sonam kapoor bollywood news