શકીલાના ‘તેરા ઈશ્ક સતાવે’ સોંગમાં રિચાની આવી છે અદા

18 December, 2020 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શકીલાના ‘તેરા ઈશ્ક સતાવે’ સોંગમાં રિચાની આવી છે અદા

તસવીર સૌજન્યઃ પીઆર

જ્યારથી શકીલાના રિલીઝ ડેટની જાહેરાત થઈ છે ત્યારથી ફિલ્મ જગતમાં રિચા ચઢ્ઢા ચર્ચામાં છે. રિચા સાઉથની એડલ્ટ ફિલ્મ સ્ટાર શકીલાનું પાત્ર ભજવી રહી છે.

તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયુ હતું. 90ના દાયકાની એડલ્ટ સ્ટાર સિલ્ક સ્મિથાએ ટ્રેલરની શરૂઆતમાં આત્મહત્યા કરી લીધી છે અને તે ન્યૂઝ બતાવવામાં આવે છે. સિલ્ક સ્મિથાના મોત બાદ હવે તેની ખાલી પડેલી જગ્યામાં કોણ આવશે તેવી ચર્ચા થવા લાગે છે. ત્યારબાદ શકીલાના વિવિધ મોન્ટાજ આવે છે. તે મધ્યમ વર્ગીય પરિવારમાં જીવે છે અને લગ્ન સિવાય તેની કોઈ અપેક્ષા નથી. જોકે, અચાનક જ તેના પિતાનું મોત થાય છે અને પરિવારની જવાબદારી તેની પર આવી જાય છે. એક સમયે તેની માતા તેને કહે છે કે 'ઈશ શહેર મૈં અગર રેહના હૈં તો મુઝે સડક પે બિકના હોગા યા તુઝે પરદે પર.'

હવે નિર્માતાઓએ પહેલુ સોંગ ‘તેરા ઈશ્ક સતાવે’ રિલીઝ કર્યુ છે જેમાં અભિનેત્રીની અદા જોવા જેવી છે. 25 ડિસેમ્બરે આ ફિલ્મ પાંચ ભાષામાં રિલીઝ થશે. ફિલ્મને સેમીસ મેજિક સિનેમા મોશન પિચર પ્રોડક્શને પ્રોડ્યુસ કરી છે.

ફિલ્મ 25 ડિસેમ્બરના રોજ દેશભરની 1000 સ્ક્રીન પર તથા પાંચ અલગ અલગ ભાષામાં રિલીઝ થશે. 90ના દાયકામાં શકીલા ઍડલ્ટ સ્ટાર તરીકે સાઉથ ફિલ્મમાં કામ કરતી હતી. શકીલા રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાંથી આવી હતી. તેણે 16 વર્ષની ઉંમરમાં ફિલ્મ ડેબ્યૂ કર્યું હતું અને પછી તે બિગ સ્ટાર બની ગઈ હતી. ફિલ્મમાં શકીલાના જીવનની સફર અને તેના જીવનમાં આવેલી ચડતી-પડતીની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં રિચા-પંકજ ત્રિપાઠી ઉપરાંત મલયાલમ એક્ટર રાજીવ પિલ્લઈ છે. ફિલ્મને ઈન્દ્રજીત લંકેશે ડિરેક્ટ કરી છે.

richa chadda bollywood