પોતાની જાતને સ્ટાર તરીકે નથી જોતી સારા અલી ખાન

06 March, 2020 12:01 PM IST  |  Mumbai

પોતાની જાતને સ્ટાર તરીકે નથી જોતી સારા અલી ખાન

સારા અલી ખાન

સારા અલી ખાનનું કહેવું છે કે તે પોતાને સ્ટાર તરીકે નથી જોતી. તેણે ‘કેદારનાથ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે ‘સિમ્બા’ અને ‘લવ આજ કલ 2’માં કામ કર્યું હતું. તેણે વરુણ ધવન સાથેની ‘કૂલી નંબર 1’નું કામ પૂરું કર્યું છે તો હાલમાં ‘અતરંગી રે’નું શૂટિંગ શરૂ કર્યું છે. સ્ટાર્સની ફૅમિલીમાંથી આવતી હોવા છતાં પોતાને સામાન્ય જણાવતાં સારાએ કહ્યું હતું કે ‘મારા પેરન્ટ્સ ઍક્ટર્સ છે. જોકે હું એમ નથી માનતી કે મારો ઉછેર સ્ટાર્સની ફૅમિલીમાં થયો છે. મારા ડૅડીએ હંમેશાંથી જ એજ્યુકેશન પર ભાર મૂક્યો હતો અને મારી મમ્મી તો માનવતાને જ સર્વોપરી ગણે છે.

તેનું એમ માનવું છે કે હંમેશાં વિનમ્રતા દેખાડવાની અને આપણાં કામને બોલવા દેવાનું. આથી મને ક્યારેય બૉલીવુડનું વધુ એક્સપોઝર નથી મળ્યું. ખરું કહું તો મને નથી લાગતું કે હું સ્ટાર્સની ફૅમિલી સાથે સંબંધ ધરાવું છું. હું મારી જાતને પણ સ્ટાર નથી ગણતી.’

પોતાના બાળપણના દિવસો વિશે સારાએ કહ્યું હતું કે ‘હું સ્કૂલમાં ખૂબ તોફાની હતી. હંમેશાં અન્ય સ્ટુડન્ટ્સ સાથે ઉધમ મચાવતી હતી. મને આજે પણ મારી એક મસ્તી યાદ છે જ્યારે મેં પંખા પર ગ્લુ લગાવી દીધું હતું અને જ્યારે પંખો ચાલુ થયો ત્યારે એ ગ્લુ આખા ક્લાસમાં ફેલાઈ ગયો હતો. મારી એ મસ્તીને કારણે મને સસ્પેન્ડ કરવામાં આવી હતી. મારા પ્રિન્સિપાલ આવી મસ્તી કરવાનું કારણ મને સતત પૂછી રહ્યા હતા અને એ વખતે મારી પાસે એનો કોઈ જ જવાબ નહોતો.’

આ પણ વાંચો : મહિલા કૂલીઓને જોઈ ઇમોશનલ થતાં વરુણ ધવને તેમને કહ્યું કૂલી નંબર 1

સૈફ અલી ખાનની વાઇફ કરીના કપૂર ખાન સાથે કેવો તાલમેલ છે એ સંદર્ભે સારાએ કહ્યું હતું કે ‘હું કરીના કપૂર અને તેના કામની પ્રશંસક છું. તે ખૂબ જ પ્રોફેશનલ છે અને હંમેશાં કામને વધુ મહત્ત્વ આપે છે. તેની કામની સ્ટાઇલનું હું હંમેશાંથી અનુકરણ કરવા માગું છું.’

sara ali khan bollywood news entertainment news